આજરોજ વહેલી સવારે સુરત એલ.સી.બી. એ તેમજ એસ.ઓ.જી. ની ટીમે ઓપરેશન કરી નેશનલ હાઈવે નં.૮ ઉપર મહુવેજ ગામની સીમમાં શીતલ હોટલ પાસેથી એક ટ્રક નં. (આર. જે.૧૯જીઈ-૪૩૯૦) ને પકડી પાડી તેમાં તપાસ કરતા હરિયાણાની બનાવટનો વિદેશી દારૂ રૂ. ૫૧,૨૬,૪૦૦ તેમજ ટ્રક મળી એક ઈસમ સાથે ૭૧,૨૬,૯૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
સુરત જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર દારૂની બદીને નાથવા સુરત જિલ્લા એસ.ઓ.જી. તેમજ એસ.સી.બી. ની ટીમ શુક્રવારે વહેલી સવારે કોસંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. એ સમયગાળા દરમિયાન એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક રાજસ્થાન પાસિંગના ટ્રકમાં વિદેશી દારૂ સુરત તરફ જનાર હોવાથી નેશનલ હાઈવે નં.૮ ઉપર મહુવેજ ગામની સીમમાં શીતલ હોટલની સામે વોચ ગોઠવી ઉભા હતા. એ દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રક આવતી હોવાથી ઉભી રાખી તપાસ કરતાં ટ્રકમાં મમરાના કોથળાની આડમાં હરિયાણાનો વિદેશી દારૂ ખૂબ મોટી માત્રામાં ભરેલો હતો. જેનો ટ્રક ચાલક જીતેન્દ્ર ઉર્ફે લાલા સુમેરસીંગ જાટ ની અંગઝડતી કરી પૂછપરછ કરતા દારૂ કિંમત રૂ.૫૧,૨૬,૪૦૦ તેમજ ટ્રકની કિંમત રૂ.૨૦લાખ આમ કુલ્લે ૭૧લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો ગુડગાવ હરિયાણા ખાતેથી સુનીલ મેંનપરા નામના ઈસમએ ભરાવી સુરત ખાતે ડિલીવરી માટે જનાર હોવાથી સુરત જિલ્લા એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી. ની ટીમે પકડી પાડી ટ્રક ચાલકને ઝડપી પાડી માલ મોકલનાર સુનીલ મેંનપરા વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"