સંખેડા;
પ્રાપ્ત વિગતો અનુસાર સંખેડાતાલુકાના જનસેવા કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવાના બોર્ડ લગાવવામાં આવેલ છે પરંતુ વાસ્તવિક હકીકત જોતા આ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે જનસેવા કેન્દ્રમાં પાનની પિચકારીઓ થી લઇ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે જે બાબતે વખતોવખત સ્થળ પર અધિકારીઓની મુલાકાત થતી રહેતી હોવા છતાં દુર્લક્ષ સેવવામાં આવે છે જે બાબતે તાલુકાની પ્રજા હવે સંખેડા મામલતદાર પાસે અપેક્ષા રાખી રહી છે કે જનસેવા કેન્દ્રમાં સાફ-સફાઈ રાખવામાં નહીં આવે તો બની શકે કોઈ બીમારી પણ ફેલાઈ જેથી જ્યાં અવરજવર વધુ રહેતી હોય તેવા પ્રજાકીય જનસેવા કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવામાં આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છતા અભિયાન સંખેડાતાલુકાના જનસેવા કેન્દ્ર સુધી પહોંચે તે જરૂરી થઇ પડ્યું છે
પ્રતિનિધિ સંખેડા
નૈનેશ તડવી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"