ભરૂચ ની એક સ્કૂલમાંથી ચંદન ઘો ના તેર બચ્ચા મળી આવ્યાં

0
156

ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો દ્વારા તેને પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યાં હતાં.

ભરૂચ:
ભરૂચની પ્રીતમનગર સોસાયટીમાં આવેલ ફ્રેન્ડસ એંજલ સ્કૂલમાં ચંદન ઘો ના તેર બચ્ચાં મળી આવ્યાં હતાં.જેમને ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્યો દ્રારા પકડી સલામત જગ્યા પર છોડી દેવામાં આવ્યાં છે.

ભરૂચના કસક વિસ્તારમાં પ્રિતમનગર સોસાયટીમાં આવેલ ફ્રેન્ડસ એંજલ સ્કૂલના ગેટની બાજુમાં ચંદન ઘો ના તેર નાના બચ્ચા જોવા મળતાં સ્કૂલ સંચાલક દ્રારા આ અંગેની જાણ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્યો કરાતા તેવો દ્રારા જગ્યા પર પહોંચી ભારે જહેમત બાદ ચંદનઘો ના તેર બચ્ચાઓને સહી સલામત પકડી સલામત જગ્યા પર છોડી મુકવામાં આવ્યા હતાં. શાળા સંચાલકોએ ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY