સન્ના,તા.૮
યમનના એક વેરહાઉસમાં બ્લાસ્ટ થતાં નજીકમાં આવેલી સ્કૂલની ૧૧ વિદ્યાર્થીઓના મોત થયા છે. રાજધાની સનામાં એક મેટલ વર્કશોપમાં બ્લાસ્ટ થતાં નજીકમાં આવેલી સ્કૂલની બિલ્ડિંગને નુકસાન થયું. જેમાં ૧૧ વિદ્યાર્થીઓનાં મોત થયા છે અને ૫૪ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ બ્લાસ્ટ કિયા કારણોસર થયો તે અંગે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ સનામાં ૨૦૧૪થી પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠેલા હૌતી બળવાખોરોએ બ્લાસ્ટનો આરોપ સાઉદી-સમર્થિત સૈન્ય પર લગાવ્યો છે.
હૌતી બળવાખોરોએ કહ્યું કે, આ સાઉદી-સમર્થિત સૈન્યએ કરેલી એરસ્ટ્રાઇક છે. ઇરાન-ઇરાક યુદ્ધ બાદ ઇરાન સમર્થિત બળવાખોરો ૨૦૧૫થી હૌતી બળવાખોરો સામે ગૃહયુદ્ધ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



