અમદાવાદ, તા.૮
ઝી૫(ફાઇવ) પર કરનજિત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીની બીજી સીઝનના લોન્ચ પૂર્વે સની લિયોની તેના ચાહકોને મળવા અને આ સીઝનમાં તેમને શું જોવા મળશે તે કહેવા માટે અમદાવાદની મુલાકાતે આવી હતી. કરનજિત કૌર- ધ અનટોલ્ટ સ્ટોરી ઓફ સની લિયોની સીઝન-૨ હવે તા.૧૮મી સપ્ટેમ્બરે ઝી૫ પર લોન્ચ થશે. સીઝન-૨ના લોન્ચીંગના પ્રમોશન માટે અમદાવાદ આવેલી આ બોલ્ડ અને બિન્દાસ્ત અભિનેત્રી સની લિયોનીએ જણાવ્યું હતું કે, ઝી૫ પર સીઝન-૧ની સફળતાને અને લોકોના અભૂતપૂર્વ પ્રતિસાદને લઇ હું ભારે રોમાંચિત અને લોકોની આભારી છું. ઝી૫ પર ચાલુ વર્ષે જુલાઈમાં સીઝન-૧ લોન્ચ થયા પછી તેને જબરદસ્ત સફળતા મળી હતી. ગુજરાત ઝી૫ માટે મુખ્ય બજાર છે અને ડેટા અનુસાર ખાસ કરીને અમદાવાદના દર્શકોએ સીઝન-૧માં ભરપૂર રસ દાખવ્યો હતો. જેને લઇ અભિનેત્રી સની લિયોની આજે ખાસ અમદાવાદની મુલાકાતે આવી હતી. તેની બીજી સીઝનને પ્રમોટ કરવા માટે સનીએ આજે અમદાવાદ શહેરનાં સીમાચિહનો જોયાં હતાં અને સની લિયોનીએ કર્ણાવતી યુનિવર્સિટીમાં પહોંચીને ચાહકોને સરપ્રાઈઝ આપ્યું હતું. આ પછી તેણે સીઝન-૧ માટે પ્રેમ અને ટેકો આપવા માટે તેના આભાર માન્યો હતો. દરમ્યાન સિરીઝ વિશે ભારે ઉત્સાહ સાથે સની લિયોનીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની આ ઉષ્માભરી મહેમાનગતી માટે તેની આભારી છું. મારા ચાહકો સાથે મળી અને વાતો કરી અને સીઝન ૨ વિશે તેમને માહિતી આપી તે અનુભવ અત્યંત મજેદાર રહ્યો. મારી બાયોપિકની ૧લી સીઝનને હૃદયસ્પર્શી પ્રતિસાદ મળ્યો તે જોઈને હું ભારે રોમાંચિત છું અને મને ખાતરી છે કે સીઝન ૨ માટે પણ મને તે જ પ્રેમ અને ટેકો પ્રાપ્ત થશે. આ સાથે તેણીએ સીઝન ૧ની ભવ્ય સફળતાની ઉજવણીમાં તેના ચાહકોને પણ સહભાગી બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સની લિયોનીની આગામી સીઝન ૨ને લોન્ચીંગ પહેલાં પાંચ મિલિયન હિટ્સ મળી ચૂક્યા છે ત્યારે ઝી૫ હવે ૧૮મી સપ્ટેમ્બરે બીજી સીઝનના લોન્ચ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ૧લી સીઝનની જેમ આ વખતે પણ દેશ અને દુનિયામાં વ્યાપક પહોંચ માટે આ સિરીઝ હિંદી, મરાઠી, તમિળ, તેલુગુ, મલયાલમ અને બંગાળી ભાષામાં પ્રદર્શિત કરાશે. શોની સીઝન ૨ વિશે બોલતાં ઝી૫ ઈન્ડિયાના બિઝનેસ હેડ મનીષ અગરવાલે જણાવ્યું હતું કે, કરનજિત કૌર અમારા અવ્વલ શોમાંથી એક છે અને ૨જી સીઝન મંચ પર સની લિયોનીના વધુ ચાહકોને આમંત્રિત કરશે. ભારતભરના દર્શકોએ ૧લી સીઝનને વધાવી લીધી છે અને અમે જોયેલા આંકડાઓ પરથી તે જબરદસ્ત સફળ રહી છે. મને આશા છે કે ૨જી સીઝન ટૂંક સમયમાં લોન્ચ કરવા સાથે અમે સની લિયોનીના જીવન વિશે તેના અસલ સ્વરૂપમાં વધુ જાણકારી મેળવવા માટે વધુ ઉપભોક્તાઓ લોગ-ઈન કરશે. કરનજિત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીમાં મધ્યમ વર્ગીય શીખ પરિવારમાં જન્મેલી કરનજિત કૌર અને હવે સની તરીકે ઓળખાતી સની લિયોનીનો પ્રવાસ છે. એક નિર્દોષ છોકરીમાંથી એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને આખરે બોલીવૂડની સેન્સેશન બનવા સુધીનો તેનો પ્રવાસ સિરીઝમાં કંડારી લેવામાં આવ્યો છે. સનીના દુનિયાભરમાં વિશાળ ચાહકો છે અને હવે તે ગૂગલની લોકપ્રિય સેલિબ્રિટી બની ચૂકી છે, જેણે કોમ્પ્યુટર સ્ક્રીન્સથી લઈને ડિનર ટેબલ વાર્તાલાપનો વિષય સુધી પારંપરિક અને નાના શહેર સહિત ભારતભરમાં ઘણાં બધાં ઘરોમાં સ્થાન જમાવ્યું છે. શોની બીજી સીઝનમાં સની લિયોનીના વાલીના મૃત્યુ પછી કઈ રીતે ભાવનાત્મક રીતે ભાંગી પડે છે અને ડેનિયલને મળ્યા પછી તેના જીવનમાં કઈ રીતે પરિવર્તન આવ્યું તેની વારતા છે., જે જાવી ખૂબ રસપ્રદ અને રોમાંચક રહેશે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



