CWEમાં લાઇવ પરફોર્મેન્સ આપવા પહોંચી હતી સપના
હરિયાણા,તા.૧૭
હરિયાણાનાં કરનાલમાં રેસલર ધ ગ્રેટ ખલીની સીડબ્લ્યુઈ ફાઇટમાં સપના ચૌધરી લાઇવ પરફોર્મેન્સ આપવા પહોંચી હતી. અહીં તેણે પોતાના ડાન્સનો જાદૂ વિખેર્યો હતો. અહીં સપનાનાં ભાઈ પણ હાજર હતા. પ્રોગ્રામ દરમિયાન ભીડને હટાવવા માટે સપનાનાં ભાઈએ હવામાં ફાયરિંગ કર્યું હતુ. પોલીસે તેના ભાઈની ધરપકડ કરીને પૂછપરછ કરી છે અને રિવાલ્વર જપ્ત કરી છે. અત્યારે પોલીસ આ મામલે કંઇપણ બોલાવાથી બચી રહી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે સીડબ્લ્યુઈ ફાઇટ દરમિયાન સપના ચૌધરી પોતાનું લાઇવ પરફોર્મેન્સ આપવા પહોંચી હતી. પોતાના કાર્યક્રમ પછી જ્યારે તે જવા લાગી ત્યારે ભીડ બેકાબૂ બની હતી અને દરેક સપના ચૌધરીને મળવા ટોળે વળી ગયા હતા.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ દરમિયાન સપનાનાં ભાઈએ ભીડને હટાવવા માટે હવામાં ફાયર કર્યું હતુ અને લોકોમાં ભાગાજાડી થઈ ગઈ હતી. ગોળી છૂટ્યાની સૂચના પોલીસને મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સપના ચૌધરીનાં ભાઈની ધરપકડ કરી હતી. પોલીસે તેની રિવાલ્વર પણ જપ્ત કરી દીધી છે. જા કે પૂછપરછ બાદ સપનાનાં ભાઈને છોડી મુકવામાં આવ્યો છે.
તો આ પહેલા ગુરૂવારનાં રાત્રે છઠનાં અવસર પર બિહારમાં સપના ચૌધરીનાં પ્રોગ્રામમાં પણ હંગામો થયો હતો. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને લોકોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતુ અને ૧૨થી વધારે લોકો ઘાયલ થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





