બેડરૂમ સીન આપવા માટે પિતા પાસે મંજૂરી માંગી હતી : સપના પબ્બી

0
13

મુંબઈ,તા.૨૯
ટીવી શો ‘૨૪’માં જાવા મળેલ સપના પબ્બીએ ડેબ્યૂ ફિલ્મમાં બેડરૂમ સીન આપવાને લઈને મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પબ્બીએ બેડરૂમ સીન આપતા પહેલા તેના પિતાની મંજૂરી લીધી હતી. સપના પબ્બીએ પોતાની ફિલ્મી કારકિર્દી ખામોશિયાંત ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તેણે બોલ્ડ સીન આપ્યા હતા. જાકે બાદમાં તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. હાલમાં તેની બે ફિલ્મ ડ્રાઈવ અને ‘સત્રા કો શાદી હૈ’ પર કામ ચાલી રહ્યુ છે.
સપનાએ જણાવ્યું હતું કે, ‘મે ‘ખામોશિયાં’ પિતાને પૂછી સાઈન કરી હતી. મે તેમને ફોન કરી કહ્યું હતું કે મારી પાસે એક ફિલ્મની ઓફર આવી છે. જેમાં ઘણા બેડરૂમ સીન્સ છે. આ વાત સાંભળી તેઓ ચૂપ થઈ ગયા. બાદમાં મે તેમને સમજાવ્યા કે, આ પ્રકારના સીન કરિના ‘કુર્બાન’ અને પ્રિયંકા ‘એતરાજ’માં આપી ચૂકી છે. તે પછી પિતાએ ફોન પર ફિલ્મ કરવા માટે ના તો ન પાડી પરંતુ ફરી આ મુદ્દે વાત પણ ન કરી.’
સપનાએ જણાવ્યું કે,‘હું મારી જાબ અને લાઈફથી ખુશ હતી. મને સારી એવી સેલેરી મળતી હતી. આ સમયે ઇન્ડિયાથી એક ટીવી શો માટે ઓફર મળી. ત્યારે માતાને વાત કરી તો તેમણે કહ્યું કે- ‘તું પાગલ થઈ ગઈ છે કે પહેલા પિતાને પૂછ’ જે પછી મને યાદ આવ્યું કે આ પહેલા જ્યારે પિતાને વાત કરી તો તેઓ કેવા ભડક્્યા હતા.’
‘મે તેમને ડરતા-ડરતા પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે ‘કરી શકે છે’ તેમની મંજૂરી મળતા હું સાતમા આસમાને હતી. તેમણે જણાવ્યું કે, ‘તુ મોટી અને સમજદાર થઈ ગઈ છે હવે એક્ટિંગમાં કરિયર પસંદ કરી શકે છે.’ તે દિવસે તેમણે મને જણાવ્યું હતું કે, તેમણે ૧૯ વર્ષની વયે પંજાબથી ભાગી મુંબઈમાં એક્ટિંગમાં નસીબ અજમાવ્યું હતું તો હું ચોંકી ગઈ. તે દિવસે પિતા સાથેની તમામ ફરિયાદો દૂર થઈ ગઈ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY