સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ વિધાનસભા દ્વારા થોડાક સમય પહેલા પાસ કરવામાં આવેલા એક કાયદાને ફગાવી દઇને સ્પષ્ટ તારણ આપતા રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા જાવા મળી રહી છે. વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા કાયદામાં એવી જાગવાઇ કરવામાં આવી હતી કે પૂર્વ મુખ્યપ્રધાનો આજીવન સરકારી બંગલામાં રહી શકે છે. કોર્ટુનુ કહેવુ છે કે કોઇને એવા આધાર પર સરકારી બંગલાની ફાળવણી કરી શકાય નહી કે તે વ્યÂક્ત ભુતકાળમાં કોઇ જાહેર હોદ્દા પર રહી ચુકી છે. નોંધ કરવા લાયક બાબત એ છે કે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશ સરકારને બીજા ફટકો આપ્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટે આ ઉદ્ધેશ્ય સાથેનો એક આદેશ જારી કર્યોહતો. જેને બિનઅસરકારક બનાવી દેવા માટે તત્કાલીન અખિલેશ સરકારે વિધાનસભામાંથી એક નવુ બિલ પસાર કરાવી દીધુ હતુ. ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા બિલની જાગવાઇને પડકાર ફેંકીને એક એનજીઓ લોક પ્રહરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. યુપી સરકારના નવા કાયદાને પડકાર ફેંકવામાં આવ્યા બાદ લોક પ્રહરી દ્વારા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન સરકારની રજૂઆતને સાંભળી હતી. સરકારે તર્કદાર દલીલો કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તમામ પૂર્વ મુખ્યપ્રધાનો જેડ પ્લસની સુરક્ષા ધરાવે છે. જેથી પૂર્વ મુખ્યપ્રધાનોને આવાસની સુવિધા પણ મળવી જાઇએ. જા કે સુપ્રીમ કોર્ટે સરકારની આ દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે સુરક્ષા અને અન્ય પ્રોટોકોલની જરૂરિયાતને સ્વીકારી લીધી હતી. જા કે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આના સરકારી આવાસની ફાળવણી કરવા માટે આધાર બનાવી શકાય નહી. આ બાબત કોઇના હવે છુપાયેલી નથી કે હાલના દિવસોમાં અમારા જનપ્રતિનિધીઓમાં પોતાના માટે સૌથી વધારે લાભ ે લેવા માટેની વૃતિ વધારે જાવા મળે છે. પોતાના પગાર અને ભથ્થાને વધારી દેવા માટે નેતાઓ તમામ હદ વટાવી જાય છે. જુદા જુદા પ્રકારના તર્ક આપી દે છે. આ જાવા માટેની પણ જહેમત ઉઠાવતા નથી કે જેના પ્રતિનિધી હોવાના ભાગરૂપે તેઓ તમામ સુવિધા માંગી રહ્યા છે તે લોકો કઇ Âસ્થતીમાં રહે છે. ચોક્કસપણે આ નિયમના કેટલાક અપવાદ પણ રહ્યા છે. પરંતુ હવે આવા અપવાદની સંખ્યા પણ અપવાદ બની ગઇ છે. સામાન્ય જન પ્રતિનિધીઓ મંત્રીઓ અને મુખ્યપ્રધાનોને જ પોતાના રોલ મોડલ તરીકે ગણે છે. જ્યારે મુખ્યપ્રધાન દ્વારા જ આવા વર્તન કરવામાં આવે ત્યારે સામાન્ય લોકો સાદગીના બોધપાઠ કોની પાસેથી લેશે.
સુપ્રીમ કોર્ટનો આ આદેશ ભલે ઉત્તરપ્રદેશના સંબંધમાં આપવામાં આવ્યો છે પરંતુ જે સિદ્ધાંતો અને માન્યતાને આ ચુકાદા માટે આધાર બનાવવામાં આવ્યા છે તે વ્યાપક અને અન્ય રાજ્યો તેમજ ક્ન્દ્ર પર પણ લાગુ થાય છે. હવે જાવાલાયક બાબત એ રહેશે કે અમારી રાજનીતિ સુપ્રીમ કોર્ટના આ આદેશથી પોતાની આંખો બંધ કરી લે છે કે પછી સામાન્ય લોકો અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભાવના મુજબ કાયદાને લાગુ કરાવવા માટે ઇચ્છુક બને છે.સુપ્રીમ કોર્ટે લોક પ્રહરી સંસ્થાની અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ આપ્યો હતો. કોર્ટે યુપી મિનિસ્ટર સેલરી એલાઉન્ટ એન્ડ મિસલેનિયસ પ્રોવિઝન એક્ટની જાગવાઇને રદ કરી દીધી હતી. જેમાં પૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી બંગલામાં રહેવાના અધિકાર આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે એક્ટની કલમ ચાર (૩) ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ જે પૂર્વ મુખ્યપ્રધાનોને સરકારી આવાસ ખાલી કરવા પડશે તેમાં મુલાયમ સિંહ, કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી અને રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને નારાયણ દત્ત તિવારીને પણ આવાસ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી વેળા તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં કેટલાક કઠોર આદેશ જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ સરકારે કાયદામાં સુધારા કરીને જે નવી વ્યવસ્થા આપી હતી તે ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અલબત્ત આ ચુકાદો ઉત્તરપ્રદેશના કાયદા સુધી મર્યાદિત છે. આ ચુકાદાને લઇને પ્રાથમિકરીતે ગણતરીનો દોર શરૂ થયો હતો.સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, વ્યÂક્તએ હોદ્દાને છોડી દીધા બાદ પÂબ્લક ઓફિસ ઇતિહાસ બની જાય છે. સરકારી આવાસોને હંમેશ
આભાર – નિહારીકા રવિયા માટે આપી શકાય નહીં. વર્ષ ૨૦૧૬ના કાયદાને ઉત્તરપ્રદેશને એનજીઓ દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો. લોકપ્રહરી નામના એનજીઓ દ્વારા આ અપીલ કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૬માં આ સંદર્ભમાં નોંધ લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને લખનૌમાં આપવામાં આવેલા સરકારી બંગલાઓને ખાલી કરવા પડશે. જÂસ્ટસ અનિલ આર દવે અને જÂસ્ટસ એનવી રમનના તથા આર બાનુમતિની બનેલી બેંચે આ અંગેનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારી બંગલાની લાલચને લઇને ચર્ચા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






