કચ્છ,
૧૧/૦૩/૨૦૧૮
સરદાર સરોવર નું પાણી ડેમ થી 400 , 500 કિમી કચ્છ અને સૌરાસ્ટ્ર ના લોકો ને સરદાર સરોવર નું પાણી મળતા લોકો ની ખુશી નો પાર નથી તો બીજી બાજુ ડેમની નજીકના છોટાઉદેપુર જિલ્લા માં સરદાર સરોવર નું પાણી ન મળતા લોકો માં નારાજગી જોવા મળે છે. ઉનાળા ની શરૂઆત થતાં જ જિલ્લા ના નદી નાળા અને બનાવેલા આડ ડેમો ખાલી ખમ થઈ જતાં લોકો માં ચિંતા વ્યાપી છે .
આમ તો હર વર્ષે ની જેમ છોટાઉદેપુર જિલ્લા માં ઉનાળા ના સમયે પીવા ના પાણી ની તંગી ઊભી થાય છે . અને તેમાય ડુંગર અને જંગલ વિસ્તારોમાં રહેતા લોકો ની હાલત તો અતિ દયનીય થઈ પડે છે . કેમ કે આ વિસ્તારો માં તંત્ર તરફ થી કોઈ સુવિધા ઊભી કરવા માં આવી નથી .
લોકો નું કહેવું છે કે જે હાલમાં પીવા ના પાણી માટે જે સમસ્યા ઊભી થાય છે તે વર્ષો પહેલા ન હતી .જેતે સમય ના રાજીવી પ્રજા ની ચિતા કરતાં. લોકો ને મુસકેલી ન પડે તે માટે પીવા ના અને સીંચાય ના સ્ત્રોત ઊભા કરવા માં આવતા પણ તંત્ર ની બેદરકારી ને લઈ આજે તે સ્ત્રોત નાકમાં થઈ પડ્યા છે
પાવીજેતપુર , બોડેલી , અને સંખેડા તાલુકા માથી પસાર થતી હેરન નદી પર આડ ડેમ બનાવવા માં આવ્યો હતો જેને લઈ આડડેમ ની આસપાસ ના લોકો ને શિંચાઈ અને પીવા ના પાણી નો લાભ મળતો હતો .પણ આજે જોવો તો આ ડેમ માં પાણી ની જગ્યા એ કાંપ જોવા મળી રહ્યો છે . ડેમ ની ઉપર ના કિનારા સુધી આ કાપ આવી જતાં વરસાદી પાણી નો જે ભરવો થવો જોઈએ તે ભરવો થતો નથી અને વ્યર્થ માં વહી જાય છે . અને ઉનાળા ની શરૂઆત થતાજ આ આડબંધ શુકકો ભટ્ટ થઈ જાય છે .જેથી લોકો નું કહેવું છે કે જે ડેમ વિસ્તાર ના લોકો માટે આર્શિવાદ રૂપ હતો તે આજે શાપ રૂપ થઈન પડ્યો છે . સાપ રૂપ એટલા નદી ના તળ કાંપ ને લઈ ઉપર આવી ગયા છે અને ચોમાસા માં જયારે વરસાદી પાણી આવે છે ત્યારે નદી ના કિનારા ના ગામો માં ગુશી જાય છે .
“ 1954 માં ગાયકવાદી સકારે આ ડેમ બનવ્યો હતો 100 થી 150 ગામડા ઑ ને ખેતી અને સિંચાઇ નું પાણે એમળતું હતું .ઇંજિનિયરો ની હુલ ને કારણે નદી માં કાંપ ભરાઈ ગયો છે જેન કારણ કૂવા અને બોર ચાલતા નથી સરકાર દરવાજા મૂકે યા તો તોડી ને નવો બંધ બનાવે અથવા પુરાણ થયું છે તે ખોદાવે હાલ કૂવા ને બોર ના પાણી નીચે જતાં રહેતા પીવા ના પાણી ની પણ તકલીફ પડે છે અઠવાડીએ ત્રીજે દિવસે પાણી આવે છે .આ ડેમ શરૂઆત માં આશીર્વાદ રૂપ હતો આજે સાપ રૂપ છે ,,
રાજ વાસણા ખાતે બનવા માં આવેલા આ ડેમ ની બીજી બાજુ પાણી છે તો ડેમ ની અંદર ની બાજુ એ બિલકૂલ પાણી નથી એટ્લે કોઈ ના પણ મન માં સવાલ ઉભો થાય કે ડેમ માં પાણી નથી તો પાણી આવ્યું ક્યાં થી .. તો જવાબ એ છે કે જેતે સમયે આ ડેમ નું પાણી વિસ્તાર ના ખેડૂતો ને સિંચાઇ માટે આપવા માટે માઇનોર કેનાલ બનાવવા માં આવી હતી . જે આજે ડેમ માં પાણી ન રહેતા નકામી બની ગઈ છે .જેથી ગામ લોકો આ ડેમ થી એક કિમી દૂર આવેલી નર્મદા ની મુખ્ય કેનાલ માથી પાણી લાવવા માટે પોતાના જૂની કેનાલ ને પોતાના ખર્ચે સાફ કરી ને પાણી લાવવા ની કોશિશ કરી જેમાં તેમણે સફળતા મળી .પાણી ડેમ ની નજીક પાણ આવી ગયું .પણ ડેમ માં લાવવા માટે સિંચાઇ વિભાગ ની મંજૂરી લેવા ની હોય ગામ લોકો એ કામ અધૂરું મૂક્યું .પાણી ડેમ થી ફક્ત 40 મિટર ના અંતરેજ છે .પણ ત્યાં શુધી ન પહોચતા તે નદી માં વહી જવા લાગ્યું છે જેને લઈ ડેમ ની બીજી બાજુ પાણી દેખાય છે જે વ્યર્થ વહી રહ્યું છે . ગામ લોકો નું કહેવું છે કે સરકાર 400 થી 500 કિમી દૂર શુધી કરોડો નો ખર્ચ કરી ને પાણી લઈ ગયા . પણ આ જે આડ બંધ છે જેની નજીક 40 મીટર ના અંતરેજ પાણી છે તે આ ડેમ માં ભરવા તૈયાર નથી .
“ 400 થી 500 કિમી દૂર પાને લઈ જઇ પીવા ના પાણી ની ત્યાં ના લોકો ને સુવિધા કરે છે તે સરકારે સારું કામ કર્યું છે . પણ સરકાર ને અમારે કહેવું છે અમારો રાજ વાસણા ડેમ બિલકૂલ ખાલી છે જેમાં પાણી ભરવા નું કામ કરે તો 100 થી 150 ગામો ને પીવા ના પાણી નો લાભ મળે જૂની કેનલો બનાવી હતી. અમે ખેડૂતો એ સ્વ ખર્ચે મેન કેનાલ માથી રજવાસણા ડેમ સુધી ઉલ્ટી ગંગા વહાવડાવી છે .બે કિમી થી પાણી લાવ્યા છે 40 મીટર જ દૂર પાણી છે તે પાણી ડેમ માં ભરવા માં આવે તો ખેડૂતો ને ફાયદો થાય .ભૂતકાળ માં અહી કૂવો ખોડો તો 10 કે 15 ફૂટ માં પાણી મલી જતું હતું ,અને પણે મળતું હઔ હવે કોઈ ખેતર માં પીયાત કરી શકાઈ પરિસ્થિતિ છે
છોટાઉદેપુર જિલ્લા ના રાજ વાસણા , કાશીપૂરા અને ચલામલી ,જેવા કેટલાક વિસ્તારો માં સિંચાઇ ની કોઈ વ્યવસ્થા ના હોય ચોમાસાના પાણી પર જ ખેતી ખેડૂતો કરતાં હોય છે . જો ડેમ માથી કાંપ કાઢવી લે તો ડેમ માં પાણી ભરાય અને લોકો સિંચાઇ નો લાભ મળે જેથી ખેડૂત આલમ પણ ડેમ માથી કાંપ કાઢી લેવા ની માંગ કરી ગઈ છે
:” ચોમાસુ જ ખેતી થાય છે ઉનાળુ ખેતી થતી નથી એટ્લે પાણી નો પ્ર્સ્ન મોટો છે આ ડેમ માં પૂરાન થઈ ગયું છે અહી થી દૂર કચ્છ ભુજ શુધી પાણી લઈ જવાતું હોય અને અમને બે કિમી ના અંતરે પાની ન મળતું હોય તે વાત નું અમને દુખ છે સરકાર ડેમ ના પુરાણ ને કાઢે તો ખેડૂતો ને ફાયદો થાય .આજે બોર માં કે કૂવા માં પાણી નથી .જો ડેમ માં પાણી ભરવા માં આવે તો ખેડૂતો ને શાંતી થઈ જાય
અગાઉ ના રાજવી ઑ એ ખેડૂતો ને શિંચાઈ નો લાભ મળે તે હેતુ એ ડેમ બનવ્યો પણ આજે તેમાં પાણી ને બદલે ધૂળ ઊડી રહી છે .ડેમ માં પાણી ભરવા માટેની ગામ લોકોની રજૂઆતો તંત્ર ના બહેરા કાને ન પડતાં આખરે ખેડૂતો ઉલ્ટી ગંગા વહાવી ને પાણી ડેમ શુધી લઈ આવ્યા. ડેમ માં પાણી નાખવા નું કામ હવે સરકાર નું છે . જોવાનું એ રહેચે કે જે ખુડૂતો ની માંગ છે તે પૂરી થસે કે કેમ ?
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"