રાજપીપલા :
આજરોજ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલા ખાતે સરદાર ટાઉન હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ તથા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહને ગુજરાત માટીકામ કલાકરી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના ચેરમેનર દલસુખભાઇ પ્રજાપતિ, નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીષાબેન ભટ્ટ, અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો.


આ પ્રસંગે મહાનુભાવો દ્વારા જિલ્લાના કુલ ૮ જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સાથોસાથ વય નિવૃત્ત થયેલા મદદનીશ શિક્ષકો ધોરણ-૧૦ માં માર્ચ-૨૦૧૮ માં ૧૦૦ ટકા પરિણામ લાવેલ માધ્યમિક શાળાના આચાર્યોને પણ મહાનુભાવોએ સન્માનીત કર્યા હતાં. જિલ્લામાં એસએસસી તથા એચએસસી ની માર્ચ-૨૦૧૮ ની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પુષ્પ તથા શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. નોકરીમાં પાંચ વર્ષ પુર્ણ કરી નિયમિત થતા શિક્ષકોને મહાનુભાવો દ્વારા નિમણૂંક હુકમ પણ વિતરણ કરાયા હતાં. જયારે જિલ્લામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક સ્વચ્છ શાળા તરીકેના પુરસ્કાર અનુક્રમે રૂા. ૧૫ હજાર, રૂા.૧૨ હજાર અને રૂા. ૧૦ હજારના ચેકો પણ પ્રજાપતિ સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતાં.
આ સમારંભના અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડૉ. રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિન ઉજવી રહ્યાં છીએ. સારૂ શિક્ષણ પ્રાપ્ત કરવું એ આપણી જરૂરીયાત છે. જેમ માતા-પિતા બાળકની કાળજી રાખે છે, તેમ સંચાલક મંડળ, વાલી મંડળ અને શિક્ષકના સહયોગથી સારૂ શિક્ષણ પ્રાપ્ત થાય છે. શિક્ષકોએ હું પુરો સમય શિક્ષણ માટે વાપરીશું, શિક્ષણમાં પુરતું ધ્યાન આપીશું જેવો સંકલ્પ લેવો જોઇએ. શિક્ષણથી માનવીનું જીવન સુંદર બને છે. .
નાંદોદ વિસ્તારના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, શિક્ષકમાંથી સર્વોચ્ચ સ્થાને ડૉ. રાધાકૃષ્ણ પહોંચ્યા હતા. શિક્ષકનો પુરૂષાર્થ કેટલે સુધી પહોંચે છે તેનો દાખલો ડૉ. રાધાકૃષ્ણ છે. પ્રથમ ગુરૂ માતા-પિતા છે. શાળાના શિક્ષકો ગુરૂ બને તે જરૂરી છે.
જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, દેશમાં ૧૦૦ ટકા સાક્ષર કેરાલા રાજ્ય છે. નર્મદા જિલ્લામાં શિક્ષણ માટે સરકાર, તંત્ર, વ્યક્તિ કે શાળા વગેરે પ્રયત્નશીલ છે. નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ વિશે સમીક્ષા કરવામાં આવી છે. તેમાં રહેલી તૃટીઓને દુર કરવાના પ્રયત્નો થયા છે. શિક્ષકે-વિદ્યાર્થીનો ભૌતિક, ભાવનાત્મક, ચારિત્ર્ય, નિતિમતાનો વિકાસ કરે છે. ટીચીંગ અને લર્નીંગનો ભેદ સમજવાથી મુલ્ય આધારિત શિક્ષણ પ્રાપ્ત થાય છ.ે
ડૉ. જીન્સી વિલીયમે પોતાના બાળપણ અને તેમના પિતાજીના પુરૂષાર્થ વિશે જણાવી પોતે આજે જિલ્લા વિકાસ અધિકારી પદે પહોંચ્યા છે તેની વાત કરી હતી. જ્યારે ગુજરાત પ્રવાસન વિિકાસ નિિગમના ડાયરેક્ટશ્રી ગજેન્દ્રસિંહ જાડેજાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત ભુછાડ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કલમભાઇ વસાવાએ તેમના પ્રતિભાવો આપ્યો હતા અને ભુછાડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની રૂચિકાએ હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષક દિન અંતર્ગત વ્યક્તવ્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ રોકડ પુરસ્કાર આપી તેનુ સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઇ તડવી, અગ્રણી રમણસિંહ રાઠોડ, શ્રીમતી ભારતીબેન તડવી, ભગવાનદાસભાઇ, હરેન્દ્રસિંહ રાઉલજી,
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી. બારીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે આભારવિધિ કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





