દુબઈ,તા.૨૦
ભારતે એશિયા કપ ૨૦૧૮માં પોતાની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. કેપ્ટન રોહિત શર્માએ આ જીતનો શ્રેય બોલરોને આપ્યો છે. રોહિતે કહ્યુ કે ટીમ હોંગકોંગ સામેની મેચમાં કરેલી ભૂલોથી શીખીને પોતાની રમત સુધારવામાં સફળ રહી. હોંગકોંગે પહેલી મેચમાં ભારતને જીત માટે સંઘર્ષ કરાવ્યો હતો, પરંતુ ભારતે પાકિસ્તાનને ૧૨૬ બોલ બાકી રહેતા સરળતાથી ૮ વિકેટે પરાજય આપી દીધો છે. પાકિસ્તાની ટીમ ફક્ત ૧૬૨ રન પર આૅલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે ૨૯ ઓવરમાં આસાનીથી આ લક્ષ્ય પાર પાડ્યું હતુ.
પાકિસ્તાનનાં કપ્તાન સરફરાઝ અહમદે કહ્યુ કે, અમારી શરૂઆત સારી ના રહી. અમે પહેલી ૫ ઓવરમાં ૨ વિકેટ ખોઈ અને ત્યારબાદ પણ સમયાંતરે વિકેટ ખોતા રહ્યા અને મેચ પર પકડ જમાવી ના શક્્યા. તમે કહી શકો છો કે અમે ખરાબ બેટિંગ કરી.” સરફરાઝે કહ્યુ કે, “બાબર આઝમને છોડીને અમે સરળતાથી વિકેટ ખોઈ. આ માટે અમારે જાવું પડશે કે ભવિષ્યમાં અમારે કઇ રીતની બેટિંગ કરવાની છે. અમે બે Âસ્પનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર(જાધવ)એ અમારી વિકેટો નીકાળી. સુપર ફોર પહેલા આ આંખો ખોલનારી મેચ રહી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




