સુરતમાં હથિયાર સાથે આતંક મચાવનાર હસીના લેડી ડોન ભૂરીની ધરપકડ

0
305

સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮

ધૂળેટીના દિવસે નશાની હાલતમાં હથિયારો લઈ આંતક મચાવનાર ગીર સોમનાથ જિલ્લાની ગાંગડા ગામની લેડી ડોન અસ્મતા ઉર્ફે ભૂરીનો વીડિયો વાયરલ થવાના પ્રકરણમાં વરાછા પોલીસે ભૂરીને પકડી પાડી છે. લેડી ડોન ભૂરી સહિત ૯ જણા સામે નોંધ્યો હતો. જેમાં લેડી ડોન ભૂરી અને તેના બે પન્ટરની ધરપકડ કરવામાં આવી છે.

વરાછા લંબે હનુમાન રોડ પર ભગીરથ સોસાયટીના નાકા પાસે ધૂળેટીના દિવસે લેડી ડોન અસ્મતાબા ગોહિલ ઉર્ફે ભૂરીએ હાથમાં કોયતો લઇને તેના પન્ટરો સાથે રસ્તા પર નીકળી પડી હતી. દારૂના નશામાં ચકચૂર થઈ માથાભારે લેડી અસ્મતા ગોહિલ ઉર્ફે ભૂરીએ તોફાન મચાવતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ભૂરીનો પન્ટર સંજય ઉર્ફ ભૂરો હિંમત વાઘેલા પણ ચપ્પુ લઈને યુવકને મારવા દોડી ગાળાગાળી કરતો વીડિયોમાં દેખાય છે. ચપ્પુને કારણે તેના એક પન્ટર અને અન્ય એક શખ્સને ઈજા પણ થઈ હતી.

લેડી ડોનનો વીડિયો વાયરલ થયો ત્યારે વરાછા પોલીસની પોલ ઉઘાડી પડી હતી. વરાછા પોલીસે વીડિયોના આધારે ભૂરી ઉર્ફ અસ્મતાબા જીલુભા ગોહિલ (રહે,માનસી સોસાયટી,વિજય હોટેલ પાસે,કડોદરા) અને સંજય ઉર્ફ ભૂરો હિંમત વાઘેલાની સામે ગુનો નોંધ્યો હતો. જાકે, તેમાં જે ફરિયાદી સંજય થળેસા હતો તે પોતે પણ આરોપી હતો. આ વાતનું ઉચ્ચ પોલીસ અધિકારીને ધ્યાને આવતા આખરે વરાછા પોલીસે પીએસઆઈની ફરિયાદ લઈને વધુ એક રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY