સરીગામમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ

0
154

સરીગામ તથા આસપાસના નાના ગામડાઓમાં મંગળવારે કમોસમી માવઠું થયું હતું. આ વરસાદથી કેરીનો પાક મહદઅંશે બગડી જવાના સંજોગો ઊભા થયા છે. આ ઉપરાંત વલસાડ અને ધરમપુરમાં પણ વરસાદના છાંટા પડયા છે.
મંગળવારે મોડી રાત્રેઅગિયાર વાગ્યાની આસપાસ સરીગામ પંથકમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાત્રી દરમિયાન અચાનક વરસાદ પડતા સરીગામ, કરજગામ, માંડા, ફણસા તેમજ અન્ય ગામડાઓમાં ઈંટના ભઠ્ઠામાં કાચા માલને બચાવવા કામગીરી શરૂ કરાઈ હતી. લગભગ પાંચ મિનિટથી વધુ સમય વરસાદી ઝાપટું પડતાં કેટલાય ખેડૂતો અવઢવમાં મુકાયા હતા. જો કે, કમોસમી વરસાદથી આંબાના વૃક્ષો પર આવેલી મંજરી અને નાની કણીઓને ભારે નુકસાન થયું હોવાનું કૃષિ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. અલબત્ત, વાદળછાયું વાતાવરણ થવાથી પણ ખેતીને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY