૩૦ સપ્ટે.સુધી વરસાદ નહિ વરસે તો સરકાર અછતની કામગીરી શરુ કરશે..!!

0
48

ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુના ૪ મહિના ગણાય છે. આ વર્ષે ઓછા વરસાદને પગલે રાજ્યની સ્થિતિ વકરતી જાય છે. હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્યમાં ૭૩ ટકા વરસાદ વચ્ચે વરસાદની અનિયમિતતાને પગલે ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી છે. ૩૦મી સુધી સારો વરસાદ ન વરસ્યો તો સરકારે આ મહિનાના અંતથી અછતની કામગીરી શરૂ કરવી પડશે. જે સરકાર માટે નુક્સાન કારક છે. સરકાર પણ ચાતક નજરે વરસાદની રાહ જાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીઓ આ વર્ષે ખોટી ઠરી રહી છે.
ગુજરાતમાં ચોમાસાની વિધિવત વિદાયના દિવસો નજીક આવ્યા છતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અપૂરતો થતાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મધ્યે ચોમાસું વિદાય લઇ લેતું હોય છે પરંતુ આ વખતે ચોમાસાની શરૂઆત મોડી થઇ હોવાથી તેમજ ગુજરાતી મહિના પ્રમાણે એક અધિક માસ આવી ગયો હોવાથી સપ્ટેમ્બર અંત સુધીમાં સરકારને અને ખેડૂતોને સારા વરસાદની આશા છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં જિલ્લાવાર સરેરાશ સાતેક ઇંચ વરસાદ પડતો હોવાનો છેલ્લા ૧૨ વર્ષનો રેકોર્ડ છે. જા આ સપ્ટેમ્બર મહિનામાં આટલો વરસાદ થઇ જાય તો ખેતી અને પીવાના પાણી માટે ઘણી રાહત થઇ શકે તેમ છે. ચોમાસાનો મોટાભાગનો સમય પસાર થઇ ગયો છે. આવતા બે-ચાર દિવસોમાં કયાંય વરસાદ થવાનો હવામાન શાસ્ત્રીઓનો વર્તારો નથી. જા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ નહિ થાય તો અનેક વિસ્તારો માટે અછતનું આયોજન કરવું પડશે.
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ ૭૩.૬૬ ટકા વરસાદ થઇ ગયો છે. ગઇકાલની સત્તાવાર સ્થિતિ મુજબ ૨૫૧ પૈકી ૩ તાલુકાઓમાં બે ઇંચ સુધીનો જ વરસાદ થયો છે. ૧૦ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ વરસાદ પડયો છે. ૪૧ તાલુકાઓમાં ૫થી ૧૦ ઇંચ વરસાદ થયો છે. ૮૬ તાલુકાઓમાં ૧૦થી ૨૦ ઇંચ વસરાદ થયો છે. ૩૬ તાલુકાઓમાં સરેરાશ ૪૦ ઇંચ વરસાદ થઇ ગયો છે. કચ્છના ૭ તેમજ બનાસકાંઠાના ૪ અને પાટણના ૧ તાલુકામાં ૫ ઇંચથી ઓછો વરસાદ નોંધાતા કયાં સ્થિતિ વધારે વિકટ છે. ચોમાસાની સત્તાવાર વિદાય વેળાએ સૌ મેઘસવારીની કાગડોળે રાહ જાઇ રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY