વલસાડમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

0
2

વલસાડ,તા.૬
વલસાડના ખાંજણ ફળિયામાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિકોએ સસ્તા અનાજની દુકાનના સંચાલક અને અન્ય એક વ્યક્તિને સરકારી અનાજ સગેવગે કરતાં ઝડપ્યા છે. બંને ૯૫ કિલો જેટલા અનાજના જથ્થાને સગેવગે કરવાની વેતરણમાં હતા.
બનાવની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સસ્તા અનાજની દુકાનના સંચાલકની મિલીભગતથી છેલ્લા ઘણા સમયથી અનાજ સગેવગે કરાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે મામલતદારે બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY