મુંબઇ પાણીમાં, દિલ્હી કચરામાં, સરકાર કુંભકર્ણ નિદ્રામાં

0
171
ચાર દિવસથી ભારે વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતા મહાનગરી ‘મહાનદી’ બની !
– સરકારના મૌન અંગે અમે કંઇક દખલગીરી કરીએ ત્યારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બદલ અમને નિશાન બનાવાય છે:

– જે રાજ્યોના વકીલો કોર્ટમાં હાજર નહોતા તેમને બેગણો દંડ ફટકારાયો, બે સપ્તાહની અંદર પૈસા જમા કરવા આદેશ – મેઘાલય, ઓડિશા, કેરળ, પંજાબ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ, પ. બંગાળ, ગોવા સહિતના ૧૦ રાજ્યો-કેન્દ્ર શાસીત પ્રદેશોને સુપ્રીમે દંડ ફટકાર્યો – આદેશનું પાલન ન થયું તો કચરા અને પાણીના નિકાલ અંગે જવાબ આપવા રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર થવું પડશે

મુંબઇમાં પાણી ભરાવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હોસ્પિટલોમાં વરસાદના પાણી ભરાયા છે. જ્યારે બીજી તરફ દિલ્હી-મુંબઇ સહીત અનેક રાજ્યોમાં કચરાના ઢગલા જમા થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની બેંચે સરકારોને ઝાટકતા કહ્યું હતું કે દિલ્હી કચરાના ઢગલામાં દટાઇ રહ્યું છે જ્યારે મુંબઇ વરસાદી પાણીમાં સરકી રહ્યું છે. આ સ્થિતિ હોવા છતા સરકાર કંઇ જ નથી કરી રહી. નોંધનીય છે કે દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન અને સ્માર્ટ સીટીની વાતો થાય છે જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટે શહેરોમાં ભરાતા પાણી અને કચરાના ખડકાયેલા ઢગ મુદ્દે અરીસો દેખાડતુ નિવેદન કર્યું છે. સુપ્રીમ કોર્ટે લોકોની હાલાકીને ધ્યાનમાં લઇને રાજ્યોને આકરી ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉ દેશભરના રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો પાસેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ મુદ્દે સોગંદનામુ દાખલ કરીને કામગીરી અંગે જવાબ માગ્યો હતો. જોકે ૧૦ રાજ્યો અને બે કેન્દ્ર શાસીત પ્રદેશોએ આ જવાબ ન આપતા સુપ્રીમ કોર્ટે દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સાથે જે પણ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના વકીલો કોર્ટમાં હાજર નહોતા તેમને બે લાખનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમે જોઇ રહ્યા છો કે દિલ્હી કચરાના મોટા પહાડમાં દિલ્હી દટાઇ રહ્યું છે, જ્યારે મંુબઇ પાણીમાં ગરકાવ થઇ રહ્યું છે છતા સરકાર કઇ જ નથી કરી રહી. જ્યારે કોર્ટ આ મામલે દખલગીરી કરે છે ત્યારે જ્યુડિશિયલ એક્ટિવિઝમ બદલ અમને નિશાન બનાવવામાં આવે છે. અમે જ્યારે આવી સ્થિતિ વચ્ચે દખલગીરી કરીએ છીએ ત્યારે અમને સત્તાની વહેંચણીના લેક્ચર આપવામાં આવે છે. તાત્કાલીક ધોરણે રિપોર્ટ દાખલ કરો નહી તો જે તે રાજ્યોના સચીવોને અહીં હાજર કરવાના આદેશ આપવામાં આવશે. અને જે પણ દંડ ફટકારવામાં આવ્યો છે તેને બે સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટની લિગસ સર્વિસ કમીટીમાં જમા કરાવો. સુપ્રીમ કોર્ટે સાથે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌથી દુ:ખદ બાબત એ છે કે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને સુપ્રીમ કોર્ટે જે આદેશ જારી કર્યો તેનું પાલન કરવાની પણ કંઇ જ પડી નથી. કે ન તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને ફોરેસ્ટ ક્લાઇમેન્ટ ચેંજના આદેશોનું પાલન કરવાની કઇ પડી છે. આ માત્ર દુ:ખદ બાબત નથી પણ આઘાતજનક છે. એટલા માટે કેમ કે આ દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે. અમે જ્યારે આવા કોઇ મુદ્દે બોલીએ છીએ ત્યારે અમને એવા લેક્ચર આપવામાં આવે છે કે ન્યાયપાલિકા અને સંસદની સત્તા અલગ અલગ છે. જ્યારે કોઇ જ આવી સમસ્યાઓ પર કામ ન કરી રહ્યું હોય ત્યારે શું કરવું? સુપ્રીમે કહ્યું હતું કે સંસદમાં ઘડાયેલા કાયદાનું પાલન ખુદ સરકાર જ નથી કરી રહી આવી સ્થિતિમાં તેઓ નિયમોની ચિંતા ક્યાંથી કરે ? જ્યારે ખુદ સરકારો જ પોતાની જવાબદારી ન નીભાવે અને કાયદાનું પાલન ન કરે તો કોને જવાબદાર ગણાવવા? સરકારો અમારા આદેશનું પણ પાલન નથી કરી રહી. સુપ્રીમ કોર્ટે આ સવાલો સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એએનએસ નંદકરણીને કર્યા હતા. એએસજીએ જવાબમાં કહ્યું હતું કે બંધારણ મુજબ રાજ્યોએ આદેશોનું પાલન કરવાનું રહેશે. અને જે પણ અધિકારીઓ આ આદેશનું પાલન ન કરી શકે તેને જવાબદાર ઠેરવી શકાય. દિલ્હીમાં ખડકાયેલા કચરાના ઢગલા માટે સરકાર જવાબદાર કે એલજી? રેલવે ટ્રેકમાં ભરાતા પાણીનો નિકાલ કરવામાં રેલવે પ્રશાસન નિષ્ફળ : બોમ્બે હાઇકોર્ટ મુંબઇમાં ઠેરઠેર રેલવે સ્ટેશનોમાં પણ પાણી ભરાયેલા છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે રેલવે ટ્રેકમાં પાણી ભરાઇ જાય છે પરીણામે કલાકો સુધી ટ્રેનોને વચ્ચે જ રોકીને રાખવી પડે છે. આ સ્થિતિ વચ્ચે હજારો પેસેંજર ફસાયેલા રહે છે. જેને પગલે હવે બોમ્બે હાઇકોર્ટે પણ પાણી ભરાવા મુદ્દે સરકારની ઝાંટકણી કાઢી છે. સાથે રેલવે પ્રશાસનને સવાલ પૂછ્યો છે કે આવી સ્થિતિ કેમ ઉભી થાય છે? બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે રેલવે ટ્રેકમાં પાણી ભરાઇ જાય છે. જોકે રેલવે પ્રશાસન દ્વારા કોઇ જ યોગ્ય પગલા નથી લેવામાં આવી રહ્યા. બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે દાખલ થયેલી પીઆઇએલની સુનાવણી વેળાએ રેલવે પ્રશાસનની ઝાંટકણી કાઢી હતી. કોર્ટે સવાલ કર્યો હતો કે દર વર્ષે વરસાદ આવે ત્યારે રેલવે ટ્રેકોમાં પાણી ભરાઇ જાય છે. રેલવે પ્રશાસન એવા કોઇ પોઇન્ટ કેમ નથી શોધતી કે જ્યાંથી આ પાણીનો નિકાલ કરી શકાય. કોર્ટે સાથે આ સમગ્ર મામલે રેલવે પાસેથી જવાબ માગ્યો છે.

મુંબઇ પાણીમાં, દિલ્હી કચરામાં, સરકાર કુંભકર્ણ નિદ્રામાં

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY