સાથી પક્ષો પણ એક નથી

0
6

પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક નવા સમીકરણોના સંકેત પણ દેખાઇ રહ્યા છે. વિપક્ષી એકતાની સામે એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહને આક્રમક રણનિતીની સાથે સાથે તેમની અસરકારકતા ઘટાડી દેવા માટે કોઇ રણનિતી તૈયાર કરવી પડશે. બીજી બાજુ એનડીએની અંદર પણ કેટલાક પક્ષો અસંતોષ વારંવાર વ્યક્ત કરતા રહ્યા છે. એનડીએ સાથે ટીડીપી દ્વારા છેડો ફાડી લેવામાં આવ્યા બાદ ભાજપને મોટો ફટકો પડ્યો છે. ટીડીપી અલગ થયા બાદ તે વિપક્ષી એકતા સાથે છે જ્યારે બીજી બાજુ ભાજપના સૌથી જુના સાથી પક્ષ શિવસેનાએ પણ વારંવાર ભાજપ સામે સમસ્યા ઉભી કરી છે. ક્ષેત્રીય પક્ષો પોતાની મહત્વકાંક્ષા છોડી રહ્યા હતા. એનડીએમાં રહેલા ઘટક પક્ષો ભાજપની સાથે મજબુતી સાથે ઉભા રહીને જારદાર રીતે મેદાનમાં ઉતરશે તો જ તેમની સત્તા ટકી શકશે. બીજી બાજુ મોદી અને શાહને નવા સાથીઓ પણ શોધી કાઢવા પડશે.વિપક્ષી એકતા સામે ટક્કર લેવા માટે એનડીએને મિત્રોની સંખ્યા વધારી દેવી પડશે. તમામને વિશ્વાસમાં લઇને આગળ વધવાની જરૂર પડશે.શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે કહી ચુક્યા છે કે ભાજપને હવે મિત્રની જરૂર રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચાર વર્ષમાં લોકસભામાં ભાજપે બહુમતિ ગુમાવી દીધી છે. મિડિયા સાથે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે ગુરૂવારના દિવસે કહ્યું હતું કે, ભાજપે પૈસાની તાકાત પર આ ચૂંટણી જીતી લીધી છે. ભાજપના કાર્યકરો મતદાનના એક દિવસ પહેલા પૈસા વહેંચતા નજરે પડ્યા હતા. ઇવીએમમાં આવી રહેલી ખામીને લઇને પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ચૂંટણી પંચની સામે પણ ભ્રષ્ટાચારી વ્યવસ્થાને લઇને કેસ દાખલ થવો જાઇએ. ઠાકરેએ ઉમેર્યું હતું કે, જા ચૂંટણી પંચ કોઇ એક પાર્ટીની તરફેણમાં કામ કરે છે તો લોકશાહી ખતરામાં પડી જાય છે. સાથી પક્ષોનુ આવુ વલણ એનડીએની જીતની આશા પર પાણી ફેરવી શકે છે.

S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY