અમદાવાદ,તા.૨૯
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આઠ મહાનગરોના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે સંબંધિત મહાનગરોના કમિશનરઓને નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે. હાલ બહુધા સત્તામંડળોના અધ્યક્ષ તરીકે જે-તે જિલ્લાના કલેકટર કાર્યભાર સંભાળે છે. જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે કલેકટરઓ મહેસૂલી કામગીરી સાથોસાથ રાજ્ય સરકારની અન્ય જનહિતલક્ષી કામગીરી તેમજ સેવા સેતુ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે તેવો ઉદાત્ત અભિગમ મુખ્યમંત્રીના આ નિર્ણયમાં અભિપ્રેત છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર હવેથી અમદાવાદ (ઔડા), વડોદરા (વુડા), સુરત (સુડા), રાજકોટ (રૂડા), જામનગર (જાડા), ભાવનગર (બાડા), જૂનાગઢ (જૂડા) અને ગાંધીનગર (ગુડા)ના શહેરી વિકાસ સત્તામંડળોના અધ્યક્ષ તરીકે આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ કાર્ય કરશે. રાજ્યમાં શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ વિભાગ અને શહેરી મ્યુનિસિપલ સત્તાતંત્રના વડા કમિશનરઓ વચ્ચે સાતત્ય, સંકલન જળવાઇ રહે અને વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાના હેતુથી મુખ્યમંત્રીએ શહેરી વિકાસ સત્તામંડળોમાં અધ્યક્ષ તરીકે હવે મ્યુનિસિપલ કમિશનરઓની નિમણૂંકો કરવાનો આ નિર્ણય કર્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ ગુરૂવારે ૩૦ ઓગસ્ટે સવારે ૧૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ તથા સરકારી સેવાઓના લાભ ઘર આંગણે બેઠાં પહોચાડવાના આ જનહિતલક્ષી સેવા સેતુનો ચોથો તબક્કો ર૪ ઓગસ્ટથી રાજયમાં શરૂ થયો છે. રાજકોટ મહાનગરનો આ સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ-ર માં એરપોર્ટ રોડ પાસે યોજાવાનો છે. વિજયભાઇ રૂપાણી તે જ દિવસે રાજકોટમાં અમરજીતનગરના ર૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરવાના છે. આ લાભાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા રપ ચો.વાર તેમજ ૪૦ ચો.વારના જમીન પ્લોટ વૈકલ્પિક વળતર રૂપે ફાળવવામાં આવેલા છે. તેઓ આ વેળાએ રાજકોટ મહાપાલિકાની વહીવટી પાંખમાં નવી નિમણુંક પામનારા પપ ઉમેદવારોને નિયુકિત પત્રો અર્પણ કરશે. મુખ્યમંત્રી રાજકોટની આજી જીઆઈડીસીમાં ૭ કરોડ ૭૦ લાખના વિવિધ વિકાસકામો રોડ રિસરફેસીંગ, પેવર બ્લોક, સીસીટીવી કેમેરા નેટવર્ક વગેરેના ખાતમૂર્હત કરવાના છે. વિજયભાઇ રૂપાણી રાજકોટમાં સાંજે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત શ્રાવણી પર્વ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



