અમદાવાદ,તા.૧૭
શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર આવેલા તુલિપ બંગલો પાસેથી અપહરણ કરીને બે શખ્સોએ તેની કાર અને ૩પ૦૦ રૂપિયાની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની કાર સાથે અકસ્માત કરીને બે યુવકોએ તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને છત્રાલ નજીક સૂમસામ હાઇવે પર ઉતારી દીધો હતો.
સતાધાર વિસ્તારમાં આવેલ સુરભિ બંગલોઝમાં રહેતો અને જે.જી.કોલેજમાં અભ્યાસ કરતા નિખાર પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી છે. નિખાર પટેલ અભ્યાસ સાથે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે ત્યારે તેના પિતા જૂની કાર લે-વેચનો ધંધો કરે છે. ગઇ કાલે નિખાર તેની કાર લઇને તુલિપ બંગલો પાસેથી પસાર થતો હતો ત્યારે એક કારચાલકે તેની કાર સાથે અકસ્માત કર્યો હતો.
નિખાર કંઇ પણ સમજે તે પહેલાં કારમાંથી બે શખ્સો ઊતર્યા હતા અને તેની કારમાં બેસી ગયા હતા. નિખારને ધારદાર હથિયાર બતાવીને કાર મહેસાણા હાઇવે તરફ લઇ જવાનું કહ્યું હતું અને તેની સાથે મારઝૂડ કરી હતી.
નિખાર યુવકોથી ગભરાઇ જતા કાર મહેસાણા હાઇવે પર લઇ ગયો હતો. છત્રાલ પાસે સૂમસામ હાઇવે જાઇને નિખારે કાર ઊભી રાખી હતી જ્યાં બન્ને શખ્સોએ તેની પાસે રહેલા ચાર હજાર રુપિયા લૂંટી લીધા હતા. ચાર હજાર લઇ લીધા બાદ બન્ને શખ્સોએ નિખારને પાંચસો રૂપિયા આપ્યા હતા.
હાઇવે પર નિખારને ઉતારી દઇને લૂંટારુ શખ્સો તેની સ્વીફ્ટ કાર લઇને જતા રહ્યા હતા. નિખાર જેમ તેમ કરીને અમદાવાદ આવ્યો હતો અને તેના માતાપિતાને તેની સાથે ઘટેલી ઘટનાનું વર્ણન કર્યું હતું. ઘટનાની જાણ નિખારે પોલીસને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



