ન્યુ દિલ્હી,તા.૧૭
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પરની સુનાવણી આઠમી જાન્યુઆરી-૨૦૧૯ સુધી સ્થગિત કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાની અરજી પર આદેશ આપવાની સુનાવણી પણ સ્થગિત કરી છે. તેમણે કોર્ટને અપીલ કરી હતી કે સુબ્રમણ્યમ સ્વામીના નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે અપમાનજનક ટિવટ કરવાની મનાઈ ફરવામાં આવે.
આ મામલાની સુનાવણી પણ આઠમી જાન્યુઆરી-૨૦૧૯ના રોજ કરવામાં આવશે. આ પહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચોથી ડિસેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે. તેની સાથે એ પણ નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ચોથી ડિસેમ્બરે આ મામલામાં આખરી સુનાવણી કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે ૨૦૧૧-૧૨ના ટેક્સ આકલનના મામલાને ફરીથી ખોલવાની બાબતમાં રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




