દેવું વધી જતા પિતાએ બે પુત્રો સાથે ઝેર પી લેતા અરેરાટી વ્યાપી

0
123

સુરત,
તા.૧૫/૦૩/૨૦૧૮

ઓલપાડ સ્થત માસમા ગામે રહેતા પિતાએ દેવું વધી જતા બે બાળકો સાથે ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. જહાંગીરપુરા સરોલી બ્રિજ નીચેથી ત્રણેય બેભાન મળી આવ્યા હતા. રાહદારીઓની નજર પડતા પિતા અને બંને પુત્રોને સારવાર માટે નજીકની હોસ્પટલમાં ખસેડાયા હતા. હોસ્પટલના તબીબે બંને માસૂમ બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઓલપાડ તાલુકાના માસ્મા ગામે રહેતા યોગેશ દલપતભાઈ પટેલને દેવું થઈ ગયું હતું. આથી સતત ટેન્શનમાં રહેતા હતા. આખરે બુધવારે સાંજે તેમણે બે બાળકો સાથે ઝેરી દવા પી લીધી હતી. આ પહેલા તેણે બપોરે માસીને ફોન કરી દેવું વધી ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ (૫-૬ વર્ષના) બે બાળકો અને સાથે ઝેરી દવા પી લીધી હતી. તેમાં કરણ અને હેરી નામના બે બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે યોગેશભાઈની સ્થતિ ગંભીર છે. આ અંગે ઓલપાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા માસમા ગામે નવી વસાહતમાં રહેતા યોગેશ દલપત પટેલ હજીરા ખાતે એનટીસીપી કંપનીમાં ફરજ બજાવે છે. યોગેશ પટેલને બે સંતાનોનો પિતા છે. યોગેશ ગત રોજ બપોરે તેના પુત્રો સાથે જહાંગીરપુરા ખાતે સરોલી બ્રિજ નીચે બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

રહસ્યમય સંજાગોમાં બંને પુત્રોને ઘરેથી લઈ બ્રિજ નીચે પહોંચેલા યોગેશે બંને પુત્રોમે ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધા હતી. ઝેર પીધા બાદ ત્રણેય લાંબા સમય સુધી સ્થળ પર જ બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. આખરે એક રાહદારીની નજર પડતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પટલમાં ખસેડ્યા હતા. જાકે, ફરજ પરના તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પિતા યોગેશની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY