ચુડા તાલુકાના કંથારીયા ગામેં તા. 15.03.2018ની રાત્રીમાં આશરે 10 થી12 ઘરમાં થયેલ 30 તોલા સોનુ તથા લાખોની રોકડ રકમની ઘરફોડ ચોરીના ગુન્હામા એક *આરોપી વનરાજભાઈ જાદવભાઈ રંગપરા કોળી ઉવ. 22 રહે. કસવાળી તા. સાયલા* ને ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, રાજુભાઇ, શિવરાજસિંહ, પ્રવીણભાઈ, સહિતની ટીમ દ્વારા આ *ઘરફોડ ચોરીમાં ધરપકડ* કરી, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, *ચુડા કોર્ટ દ્વારા દિન 10 ના પોલીસ રિમાન્ડ મંજુર* કરવામાં આવેલ હતા…._
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આઈ.કે.શેખ, હે.કો. નંદલાલ, મહેશભાઈ, રાજુભાઇ, શિવરાજસિંહ, સહિતની ટીમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપી વનરાજ જાદવભાઈ કોળીએ ગુન્હાની કબુલાત કરી, તેની પાસેથી પકડાયેલ *હીરો હોન્ડા મોટર સાયકલ ચોરીનું હોવાની કબુલાત* કરવામાં આવેલ હતી…_
ગ્રામ્ય વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર *જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા રિમાન્ડ ઉપરના આરોપીની પૂછપરછ તથા આ ગુન્હામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિકારીઓ તથા ચુનંદા સ્ટાફની અલગ અલગ ટીમને કામે લગાડવામાં આવેલ હતી.
આરોપી વનરાજ જાદવભાઈ કોળીની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, પકડાયેલ આરોપી દ્વારા બોટાદ, અમરેલી, વીંછીયા, જસદણ પંથકમાં વધુ આઠ થી દસ ઘરફોડ ચોરી અને ચોરીઓને અંજામ આપ્યાની પણ કબુલાત કરવામાં આવેલ છે..
પકડાયેલ રિમાન્ડ ઉપરના આરોપી વનરાજભાઇ જાદવભાઇ રંગપરા જાતે.ત.કોળી ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.કસવાડી તા.સાયલા જી.સુરેન્દ્રનગરની જુદી જુદી ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, નીચે મુજબના ચોરીના ગુન્હાઓની કબુલાત કરવામાં આવેલ છે…_
_(1) આજથી છએક મહિના પહેલા બોટાદ મુકામે ગઢડા રોડ ઉપર મે તથા અમારા ગામના સોમાભાઇ રાજાભાઇ ત.કોળી તથા દેવાયત ખેગારભાઇ વાળાઓએ ભેગા મળીને બે બંધ મકાનના તાળા તોડી સોના ચાદીના ઘરેણા ચોરી કરેલ છે.અને જે ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના દેવાયત ખેગારે બોટાદ મુકામે એક સોનીને વેચલ હતો.કોને વહેચેલ તેની મને ખબર નથી.અને જેમા મને રૂ-૩૦૦૦/-આપેલ હતા.જે મે વાપરી નાખેલ છે._
_(2) બોટાદ પાળીયાદ રોડ ઉપર આવેલ બંધ મકાનમા ચારેક મહિના પહેલા મે તથા અમારા ગામના સોમાભાઇ રાજાભાઇ ત.કોળી તથા દેવાયત ખેગારભાઇ વાળાઓએ ભેગા મળીને એક બંધ મકાનના તાળા તોડી સોનાનો દોરો તથા ચાદીના ઘરેણા તથા રોકડ રૂ-૫૦૦૦/-ની ચોરી કરેલ જે સોના-ચાંદીના દાગીના દેવાયત ખેગાર જસદણ ગામે રૂ.૩૦,૦૦૦/-મા વેચેલ હતો.અને તેમાથી મે રૂ-૮૦૦૦/- ભાગ આપેલ હતો._
_(3) બોટાદ ભાવનગર રોડ ફાટક પહેલા અંદરની સોસાયટીમા એક બંધ બગલો ત્રણેક મહિના પહેલા મે તથા અમારા ગામના સોમાભાઇ રાજાભાઇ ત.કોળી તથા દેવાયત ખેગારભાઇ વાળાઓએ ભેગા મળીને એક બંધ બંગલાના તાળા તોડેલ પરંતુ તેમાથી કોઇ મુદામાલ મળેલ નહિ._
_(4) બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે બંધ મકાનમા દશેક મહિના પહેલા મે તથા અમારા ગામના સોમાભાઇ રાજાભાઇ ત.કોળી તથા દેવાયત ખેગારભાઇ વાળાઓએ ભેગા મળીને એક બંધ મકાનના તાળા તોડેલ જેમાથી અમોને રૂ.પ૦૦૦/- રોકડ મળેલ હતા._
_(5) અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના દેવળીયા ગામની બાજુના ગામમા બંધ દુકાનમા સાતેક મહિના પહેલા મે તથા અમારા ગામના કાળુભાઇ ખેગારભાઇ દેવીપુજક તથા કાળુનો બનેવી કાળુભાઇ સુરાભાઇ દેવીપુજક રહે-દેવળીયા તા-બાબરા વાળાઓએ ભેગા મળીને એક બંધ દુકાનના તાળા તોડી જેમાથી અમોએ રૂ.-૬૦૦૦/ની ચોરી કરેલ હતી._
_(6) અમરેલી જીલ્લાના વીછીયા તાલુકાના ધારી ઢોકળવાની બાજુમા આવેલ ગામમા બંધ દુકાનમા દશેક મહિના પહેલા મે તથા અમારા ગામના કાળુભાઇ ખેગારભાઇ દેવીપુજક તથા કાળુનો બનેવી કાળુભાઇ સુરાભાઇ દેવીપુજક રહે-દેવળીયા તા-બાબરા વાળાઓએ ભેગા મળીને એક દુકાનના તાળા તોડી જેમાથી અમોએ રૂ.૨૫૦૦/ની ચોરી કરેલ હતી._
_(7) અમરેલી જીલ્લાના વીછીયા તાલુકાના રેવાણીયા ગામે બંધ દુકાનમા છએક મહિના પહેલા મે તથા અમારા ગામના કાળુભાઇ ખેગારભાઇ દેવીપુજક તથા કાળુનો બનેવી કાળુભાઇ સુરાભાઇ દેવીપુજક રહે-દેવળીયા તા-બાબરા વાળાઓએ ભેગા મળીને એક દુકાનના તાળા તોડેલ પરંતુ ગામના માણસો આવી જતા અમો બધા ભાગી ગયેલ હતા._
_(8) રાજકોટ જીલ્લાના જસદણની બાજુના ગામમા બંધ મકાનમા દશેક મહિના પહેલા મે તથા અમારા ગામના સોમાભાઇ રાજાભાઇ ત.કોળી તથા કાળુભાઇ ખેગારભાઇનાઓએ ભેગા મળીને એક મકાનના તાળા તોડી સોનાનુ પાંદડુ તથા ચાદીના ઘરેણા તથા રોકડ રૂ-૩૨૦૦/-ની ચોરી કરેલ હતી.જે મુદામાલ કાળુ ખેગાર પાસે છે.મને તેમાથી કાંઇ આપેલ નથી._
_(9) અમરેલી જીલ્લાના વીછીયા તાલુકાના અજમેર છાછીયા ગામમા બંધ મકાનમા પાંચેક મહિના પહેલા મે તથા અમારા ગામના કાળુભાઇ ખેગારભાઇ તથા કાળુનો બનેવી કાળુભાઇ સુરાભાઇ રહે-દેવળીયા તા-બાબરાએ ભેગા મળીને બે મકાનના તાળા તોડી ચાદીની લકકી તથા બે કંઠી તથા રોકડ રૂ-૧૫૦૦૦/-ની ચોરી કરેલ હતી.જે મુદામાલ કાળુ ખેગાર પાસે છે.મને તેમાથી કાંઇ આપેલ નથી.જે તમામ મુદામાલ ભેગો કરી વેચવાનો હતો._પકડાયેલ આરોપી વનરાજભાઈ જદાવભાઈ કોળીના પોલીસ રિમાન્ડ પુરા થતા, ચુડા કોર્ટમાં રજૂ કરી, વધુ તપાસ હાથ ધરી, નાસી ગયેલ આરોપીને પકડી પાડવા માટે સ્થાનિક ચુડા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. સહિતની ટીમ કામે લગાડવામાં આવેલ છે. ઉપરાંત, બોટાદ ક્રાઇમ બ્રાન્ચને પણ ગુન્હાની માહિતી આપી, આરોપીઓને પકડી પાડવા માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે વધુ તપાસ ચુડા પો.સ.ઇ. આઈ.કે.શેખ, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા, પો.સ.ઇ. એસ.બી.સોલંકી, ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. આર.ડી. ગોહિલ, આર.જે. ગોહિલ તથા ચુનંદા સ્ટાફની ટીમ દ્વારા મુદ્દામાલ સાથે નાસી ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે..
દિપકસિંહ વાઘેલા
રિપોર્ટર
લીંબડી..
_
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"