વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી નાનુ કોમ્પ્યૂટર ૦.૩ મિલિમિટરનું બનાવ્યું..!!

0
80

ન્યુ દિલ્હી,તા.૨૩
વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી નાનું કોમ્પ્યુટર વિકસિત કર્યું છે. આ એક એવું કોમ્પ્યુટર છે જે માત્ર ૦.૩ મિલીમીટરનું છે. આ કોમ્પ્યુટર કેન્સરને જાણવા અને તેની સારવાર માટે નવા દરવાજા ખોલવામાં મદદ કરી શકે છે. અગાઉ શોધાયેલી પહેલી સિસ્ટમ ૨ટ૨ટ૪ મિલીમીટર મિશિગન માઈક્રો મોટ સહિત અન્ય કોમ્પ્યુટર ત્યારે પણ પોતાની પ્રોગ્રામિંગ અને ડેટાને સુરક્ષિત રાખી શકે છે, જ્યારે તે આંતરિક રૂપથી ચાર્જ ન હોય.
કોઈ એક ડેસ્કટાપના ચાર્જરના પ્લગને કાઢો તો તેનો ડેટા અને પ્રોગ્રામ ત્યારે પણ ઉપલબ્ધ રહે છે, જ્યારે વિજળી આવતા તેની જાતે બુટ કરી લે. જા કે, આ નવા સુક્ષ્મ ડિવાઈસમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. આ નાના કોમ્પ્યુટર જેવા ડિસચાર્જ થશે તેની પ્રોગ્રામિંગ અને ડેટા સમાપ્ત થઈ જશે.
અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ બ્લાઉએ કહ્યુ અમે તે વાતને લઈને આશ્વસ્ત નથી કે તેણે કોમ્યુટર કહેવું જાઈએ કે નહીં. આ એક સલાહ લેવા જેવી વાત છે કે તેમાં કોમ્પ્યુટરની જેમ ન્યૂનતમ ફંક્શન વાળી ચીજા છે કે નહીં.
આ કોમ્પ્યુટરથી ઘણા પ્રકારના કામ કરી શકે છે અને તેનો મતલબ ઘણા ઉદ્દેશ્યો માટે કરવામાં આવી શકે છે. તેને બનાવનાર ટીમે તેનો ઉપયોગ તાપમાન માપદંડના સ્પષ્ટતા માટે કરવાનું નક્કી કર્યું હતું. અમુક અધ્યયનોથી જાણી શકાયું છે કે, સામાન્ય ઉત્તકથી ટ્યૂમર વધારે ગરમ થાય છે. આ વાતને સાબિત કરવા માટે પર્યાપ્ત આંકડાઓ ઉપલબ્ધ નથી. તાપમાનથી કેન્સરની સારવાર જાણવામાં આ કોમ્પ્યુટરથી મદદ મળી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY