પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા જીઆઇડીસીમાંથી હાઈડ્રોકલોરિક એસિડ ભરી નીકળેલ ટેન્કર પલટી જતા નજીકના ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે એવું લાગે છે કે સ્થાનિક ઉદ્યોગો દ્વારા પોતાને ત્યાં આવતા જતા કેમિકલ ના ટેન્કરો ના જો અકસ્માત સર્જાય તો તેવા સમયે તાત્કાલિક પગલા કેવા લેવા એ બાબતની જાણકારી આપવી જરૂરી છે બાકી ટેન્કરો ને અકસ્માત થાય તેમાં ઉદ્યોગોનો કોઈ વાંક હોતો નથી પરંતુ એટલું જરૂર છે કે આવા સમયે સ્થાનિક તંત્રે એલર્ટ માહિતી મળતાં જ સ્થળ પર ધસી જઇ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ આટોપવા જરૂરી પગલાં જોઈએ તે હકીકતને પણ નકારી ન શકાય.
તપાસ નો વિષય માત્ર એટલોજ રહે કે આ ટેન્કર કાયદેસર નો એસિડ ભરી જતું હતું કે વેસ્ટ HCL નો પરબારો નિકાલ તો નહતો થતો ને એજ જવાબદારી જીપીસીબી ની થઈ પડે છે બાકી ડ્રાઈવર અને ટેન્કર વિશે પોલીસે તપાસ કરવી રહી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




