રાજપીપલા શહેર માં આજે ફરી આખો દિવસ લાઈટો બંધ રહેવાની જાહેરાત થી લોકોમાં આક્રોશ 

0
34

થોડા દિવસ પહેલાજ પ્રિમોન્સુન કામગીરી માટે વીજ કંપની દ્વારા આઠ કલાક વીીજળી બંધ રખાય હતી ત્યા્યાા્યારે ફરી આજે આખો દિવસ બંધ ની જાહેરાત 

રાજપીપળા: હાલ ચોમાસુ બેસવાની તૈયારી છે ત્યારે આખો ઉનાળો લોકો આકરી ગરમીમાં પરેશાન થઈ ગયા છે પરંતુ ચોમાસા પૂર્વે વીજ કંપની થકી કરાતી પ્રિમોન્સુન કામગીરી માટે થોડા દિવસ પહેલાજ આઠ કલાક વિજળી બંધ રખાઈ હતી ત્યારેે અતિશય ગરમીમાં રાજપીપલા શહેરના લોકોો કંટાળ્યા્યા હતા પરંતુ એકાાદ દિવસ તકલીફ વેઠી આખું ચોમાસુ વીજળી ની રામાયણ નહિ નડે એમ માની લોકો શાંત રહ્યા પરંતુ વીજ કંપની દ્વારા ફરી આજે શનિવારે સવારે નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી વીજળી બંધ રાખવાની જાહેરાત થતાંજ લોકો ગુસ્સે ભરાયા હતા જો વીજ કંપની ના કર્મચારીઓ થોડા થોડા સમયે નાની નાની તકલીફ કાળજી પૂર્વક દૂર કરે તો પ્રિમોન્સુન સમયે વધુ કામ ન જોવા મળે પરંતુ નાના ફોલ્ટમાં પણ કામચલાઉ થીંગડા મારવા ટેવાયેલા અમુક કર્મચારીઓ દ્વારા ઉતારાયેલી વેઠ ના કારણે દર ચોમાસે વધુ કામગીરી નીકળતા ગ્રાહકોને તકલીફ ઉભી થતી હોવાનું લોકોના મુખે સંભળાઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ના વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ આ માટે પુરી તૈયારી રાખી ગ્રાહકોને તકલીફ ન પડે એ બાબતે ખાસ ધ્યાન આપે આવી માંગ ઉઠી છે.

પ્રિમોન્સુન કામગીરી યોગ્ય કરવા થોડી તકલીફ વેઠવી પડશે- વી.જી.ચૌધરી (મુખ્ય ઈજનેર વીજ કંપની )

આ બાબતે રાજપીપલા વીજ કંપનીના મુખ્ય ઈજનેર વી જી ચોધરી એ જણાવ્યું હતું કે પેહલા કરતા લાઈનો વધી છે અને ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટે યોગ્ય કામ પણ જરૂરી હોય હાલ થોડી તકલીફ પડશે પણ ચોમાસા માં વીજળી ની તકલીફ નહિ રહે માટે યોગ્ય કામગીરી કરવી પડે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY