ગત તા. 04.08.2018 ના રોજ સાયલા તાલુકાના ગરાભડી ગામે ફરીયાદી સવાભાઈ વેલાભાઈ કુકડીયા ત.કોળી ના દીકરા રમેશભાઈ ગામ પાદરમા પડેલ જી.ઈ.બી ના થાભલા લેવા જતા, આરોપી રવુભાઈ અનકભાઈ કાઠી દરબાર સાથે બોલાચાલી થયેલી. જે અંગેનુ મનદુખ રાખી, ફરીયાદી સવાભાઈ વેલાભાઈ કુકડીયા ત.કોળીનુ આરોપીઓ (1)રવુભાઇ અનકભાઇ કાઠી દરબાર, (2) વહતુભાઇ અનકભાઇ, (3) સુરાભાઇ ભરતભાઇ, (4) લધુભાઇ બહાદુરભાઇ, (5) વિજયભાઇ લધુભાઇ તથા (6) કુલદીપભાઇ લધુભાઇ રહે. બધા ગરાંભડી બે કારમા આવી, ફરી.ને ઉપાડી, અપહરણ કરી લઇ જઇ, લાકડી, પાઇપ, કુહાડી જેવા હથીયારોથી ફરીયાદીને બન્ને પગે આડેધડ માર મારી, ડાબા પગે બે ફેક્ચર તથા જમણા પગે એક ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી, તથા ફરીયાદીના ગંજીના ખીસ્સામાંથી રોકડા રૂ. 20,000/- તથા સોનાની વીટી નંગ 02 ની લુટ કરી, લઇ ગયેલ. જે અંગે આરોપીઓ વિરૂધ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ હતી.
ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા મનિન્દર પ્રતાપસીંઘ પવાર દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફના હે.કો. લક્ષ્મણભાઈ, મયુરસિંહ, વાજસૂર ગઢવી, યોગેશભાઈ, વિજયસિંહ, સહિતના જુદી જુદી ટીમો બનાવી, સાયલા વિસ્તારમાં જુદી જુદી ટીમો મોકલી, તપાસ આદરવામાં આવતા, ગરાંભડી ગામના બોર્ડ પાસેથી સ્વીફટ કાર નં.GJ.13 NN.9187 મા શકાસ્પદ જણાતા, તેને ચેક કરતા, આરોપીઓ (1) રવુભાઇ અનકભાઇ ખવડ કાઠી દરબાર ઉ.વ.45, (2) વહતુભાઇ અનકભાઇ ખવડ કાઠી દરબાર ઉ.વ. 41, (3) સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ ભરતભાઇ ખાચર કાઠી દરબાર ઉ.વ. 32, (4) લઘુભાઇ બહાદુરભાઇ ખવડ જાતે.કાઠી દરબાર ઉ.વ. 58, (5) વિજયભાઇ લઘુભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ. 22 તથા (6) કુલદીપભાઇ લઘુભાઇ ખવડ જાતે કાઠી દરબાર ઉ.વ. 20 રહે બધા ગરાંભડી તા.સાયલાને ગણતરીની કલાકોમા ધરપકડ કરી, પકડાયેલ આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરેલ હથિયારો તથા બનાવ સમયે પહેરેલ કાપડાઓ કબજે કરી, ધરપકડ કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ પાસેથી ગુન્હામાં વાપરેલ હથિયારો તથા સ્વીફટ કાર નં. GJ.13 NN.9187 કી. રૂ.3,00,000/- ની પણ કબજે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ પાસેથી લુટમા ગયેલ મુદામાલ રીકવર કરવા અંગે વધુ પુછપરછ હાથ ધરી, દિન 03 ના પોલીસ રિમાન્ડ મેળવી, વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર દીપકકસિંહ વાઘેલા
લીંબડી
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





