સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ દ્વારા જિલ્લાની પોવલીસને દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.
લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. ડી.ડી.ચુડાસમા તથા પો.સબ.ઇન્સ બી.એસ.સોલંકી તથા પો.હેઙકોન્સ રાજેન્દ્રસિંહ વજેસંગભાઇ ગોહિલ તથા પો.કોન્સ યોગેશકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ અમરકુમાર કનુભાઇ તથા પો.કોન્સ રવિરાજસિંહ ગીરીરાજસિંહ તથા પો.કોન્સ હરદેવસિંહ બળવંતસિંહ તથા પો.કોન્સ રવિરાજસિંહ મહેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો પેટોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ વિનુભાઇ એમ ડેર નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે ઢાંકણીયા ગામની સ્કુલ પાસે ખુલ્લામાં લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાનાવતી જુગાર રમે છે.
જેથી મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત પો.સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીઓ (1) અજીતદાન મોટાભાઇ રતનુ જાતે ગઢવી ઉ.વ. 58 ધંધો ડ્રાઇવીંગ રહે,ઢાંકણીયા તા.સાયલા (2) હિતેષદાન બાપુદાન રતનુ જાતે ગઢવી ઉ.વ. 50 ધંધો ખેતી રહે,ઢાંકણીયા તા.સાયલા, (3) નારણદાન કરણીદાન રતનુ જાતે ગઢવી ઉ.વ. 60 ધંધો ખેતી રહે,ઢાંકણીયા તા.સાયલા, (4) રાજુભાઇ બચુભાઇ રતનુ જાતે ગઢવી ઉ.વ. 45 ધંધો ખેતી રહે,ઢાંકણીયા તા.સાયલા તથા (5) પ્રવિણદાન સમરતદાન રતનુ જાતે ગઢવી ઉ.વ. 35 ધંધો માલઢોર રહે,ઢાંકણીયા તા. સાયલાને રોકડ રૂ, 15,480/-ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ વી.એમ.ડેર એ.એસ.આઇ સાયલાએ સરકાર તરફે ફરીયાદ નોંધાવી, ગુન્હો નોંધી, આગળની તપાસ વી.એમ.ડેર એ.એસ.આઇ સાયલા નાઓ ચલાવી રહેલ છે..
રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




