વરરાજાએ લગ્નના બે દિવસ પહેલાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું,મંડપને બદલે જેલમાં પહોંચ્યા

0
78

ભોપાલ,
તા.૩/૪/૨૦૧૮

તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો કે પરણવા જઈ રહેલ વરરાજા મંડપે પહોંચવાને બદલે સીધો જેલમાં પહોંચ્યો હતો. મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઘોડી ચડેલા વરરાજાની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના એવી રીતે બની હતી કે વરરાજાએ એક યુવતીને લગ્નની લાલચ આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ પોતાના લગ્નના ૨ દિવસ પહેલા જ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને રેપ ગુજાર્યો હતો.

પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો છે. પોલીસે જણાવ્યા મુજબ આ ઘટના બાલઘાટ જિલ્લામાં આવેલ વારાસિવનીના સિકંદરા ગામની છે. આરોપી દિનેશના ૨ વર્ષથી ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે કેટલીય વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા. આ દરમિયાન પરિવારજનોએ દિનેશના લગ્ન બીજે ક્્યાંક નક્કી કર્યા હતાં. ૩૧ માર્ચે દિનેશના લગ્ન થવાના હતાં પણ લગ્નના બે દિવસ પહેલાં જ તેણે પોતાની પ્રેમિકાને બોલાવી હતી અને વધુ એક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

વરરાજાની પ્રેમિકાને દિનેશના લગ્નની જાણ થઈ તો પ્રેમિકાએ લગ્નના દિવસે જ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે ઘોડી ચડેલા આરોપીની ધરપકડ કરી હતી.

વરરાજાની પાછળ-પાછળ મોટી સંખ્યામાં પરિવારજનો અને ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પોલીસ સ્ટેશને પહોંચીને સમગ્ર ઘટનાની જાણ થતાં આખી જાન પરત જતી રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY