એસસી-એસટી એક્ટનો વિરોધ કરનારા સાથે બસપા સહમતી નહીં : માયાવતી

0
23

લખનઉ,તા.૭
એસસી-એસટી એક્ટને લઇને છ સપ્ટેમ્બરના રોજ સવર્ણોના ભારત બંધને લઇને બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે, આ લોકોની ખોટી ધારણા છે કે એસટી-એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. માયાવતીએ કહ્યું કે, મારી પાર્ટી આ વિચારથી સહમત નથી. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે, બીજેપી અને આરએસએસ ખરાબ રાજનીતિ કરી રહી છે અને તેમના દ્ધારા શાસિત રાજ્યોમાં સૌથી વધુ વિરોધ થઇ રહ્યો છે. આ મામલામાં બીજેપી કાવતરુ કરી રહી છે અને રાજકીય સ્વાર્થ માટે તેનો વિરોધ કરી રહી છે.
માયાવતીએ કહ્યું કે, દેશમાં બીજેપીનો જનાધાર ઓછો થઇ રહ્યો છે. બીજેપી એસસી-એસટી એક્ટ સાથે છેડછાડ કરી રહી છે. વાસ્તવમાં આરએસએસની માનસિકતા જાતિવાદી અને બીજેપીની નીતિઓ એસસી-એસટીના વિરોધી છે. બીજી તરફ બીજેપી આ એક્ટથી નારાજ સવર્ણોને મનાવવામાં લાગી છે.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, એસસી-એસટી એક્ટમાં સંસદમાં સંશોધનની સમીક્ષા કરવામાં આવશે નહી. કાયદામાં ફેરફારની માંગ કરી રહેલા લોકોએ એસસી-એસટીને લઇને પોતાના વ્યવાહરમાં બદલાવ લાવવો જાઇએ, તેમની સાથે સારી રીતે રહેવું જાઇએ.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY