એસસી-એસટી રિવ્યૂ અરજી પર ચોથીએ સુનાવણી કરાશે

0
12

દલિત સમુદાયમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદથી હાલમાં નારાજગી છે : કેન્દ્ર સરકાર વતી અરજીમાં તર્કદાર દલીલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા. ૨૮
એસસી-એસટી સમીક્ષા અરજી પર સુપ્રિમ કોર્ટ ચોથી મેના દિવસે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સરકાર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા અરજી પર આ સુનાવણી કરવામાં આવનાર છે. ૨૦મી માર્ચના દિવસે સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યા બાદ દલિત સમુદાયના લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જેના લીધે ઘણા રાજ્યોમાં વ્યાપક હિંસા પણ થઈ હતી. આના કારણે ૧૩થી વધુ લોકોના મોત થયા હતા. સુપ્રિમ કોર્ટે ૨૦મી માર્ચના દિવસે આપેલા પોતાના ચુકાદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાયત ધારામાં વધારાની સુરક્ષાને લઈને કેટલીક વાત કરી હતી. આ મામલામાં સુપ્રિમ કોર્ટે કાયદા હેઠળ તરત ધરપકડ કરવાને રોકવાનો આદેશ કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે દેશભરમાં દલિત સમુદાયના લોકો નાખુશ દેખાયા હતા. એટર્ની જનરલ એ.કે. વેણુગોપાલે સમીક્ષા અરજીના સંદર્ભમાં વિગતવાર માહિતી સુપ્રિમ કોર્ટ સમક્ષ રજુ કરી હતી. જસ્ટીસ આદર્શકુમારના નેતૃત્વમાં બેચ સમક્ષ આ રજુઆતો કરવામાં આવી હતી. જસ્ટીસ ગોયલે ત્યારબાદ આ મામલામાં ચોથી મેના દિવસે વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટીસ આદર્શકુમાર ગોયલના નેતૃત્વમાં બેચ સમક્ષ તીવ્ર દલીલો રજુ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવાની રજુઆત પણ થઈ ચુકી છે. તાકીદે સુનાવણી કરવાની માંગ આ અરજીના સંદર્ભમાં થઈ ચુકી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા માટે એક સપ્તાહની મહેતલ સુપ્રિમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ કાયદાને નબળો કરવાના સંકેત દલિત સમુદાયમાં જતા આને લઈને દલિત સમુદાયના લોકો વ્યાપક હિંસા પર ઉતરી આવ્યા હતા. અલબત્ત સરકારે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટ તરફથી કોઈ ફેરફાર કાયદામાં કરાયા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY