સરકારી ગ્રાન્ટેડ શાળાઅોમાં દિવાળી વેકેશન પૂર્ણ થવા સાથે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

0
11

ઘણાં દિવસોથી સુમસામ શાળા ભવનો ધમધમી ઉઠ્યા
સુરત, તા.૧૯
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવરાત્રિ વેકેશન જાહેર કર્યું હોવાથી દિવાળી વેકેશન ૨૧ દિવસના બદલે માત્ર ૧૫ દિવસનું કરવામાં આવ્યું હતું. આજથી સમગ્ર રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજામાં બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે.
ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે દિવાળી વેકેશન ઘટાડી દેવામાં આવતા આજથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે. છેલ્લા ૧૫ દિવસથી શાળા-કોલેજાના સુમસામ કેમ્પસ આજથી બાળકો અને વિદ્યાર્થીઅોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. મોટા ભાગની સરકારી સ્કૂલોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઅોની પાંખી હાજરી જાવા મળી હતી.
બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શહેરમાં સવારથી સ્કૂલ બસો, સ્કૂલ અોટો, સ્કૂલ વાન દોડતી થતા રસ્તાઅો પર ટ્રાફિક જાવા મળ્યો હતો. દિવાળી વેકેશન દરમિયાન છેલ્લા દસ પંદર દિવસથી સુમસામ રસ્તાઅો પર આજે સ્કૂલો શરૂ થવાની સાથે જ ચહલ પહલ જાવા મળી હતી.
સુરત શહેર ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા દિવાળીમાં ૨૧ દિવસના વેકેશનની જાહેરાત કરી હોવાથી નોન ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલોમાં આવતા સોમવારથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. આજે પ્રથમ દિવસે તમામ સરકારી અને ગ્રાન્ટેડસ્કૂલો રાબેતા મુજબ ચાલુ થઈ હતી. પરંતુ વિદ્યાર્થીઅોની સંખ્યા અોછી હતી. સ્કૂલો ચાલુ થવાની સાથે જ બહાર ગામ ગયેલ શહેરીજનો પાછા ફરતા ધીરે ધીરે શહેર ફરી પૂર્વવત ધમધમતુ થઈ રહ્નાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY