ઇઝરાયેલના જેરૂસલેમમાં વૃધ્ધાની હત્યા કરતી વડોદરાની ‘કેર ટેકર’

0
94

‘કેર ટેકર’ કિસ્ટીના વૃધ્ધાને અવારનવાર ત્રાસ આપતી હોવાનું સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું

ઇઝરાયલના જેરૃસલેમમાં રહેતી વૃધ્ધાની ‘કેર ટેકર’ દ્વારા જ ગળું દબાવી હત્યા કરાઇ હતી. જેરૃસલેમ પોલીસે મહિલા ‘કેર ટેકર’ની ધરપકડ કરી પૂછતાછ કરતા તે ગુજરાતના વડોદરાના નિઝામપુરામાં રહેતી હોવાનું કબૂલ્યું હતું.

ઇઝરાયલમાં ‘સિનિયર સટિઝન’ની સાર સંભાળ રાખવા તાલીમ પામેલા યુવક-યુવતીઓને નોકરી આપી ઘરના જ સભ્યની જેમ રાખવામાં આવે છે. સિનિયર સિટિઝન એકલા રહેતા હોવાથી બહાર ફરવા લઇ જવાથી માંડીને તેઓની શારીરિક માવજત પણ ‘કેર ટેકર’ ને રાખવાની હોય છે.

ઇઝરાયલમાં સિનિયર સિટિઝનના દીકરો કેદી હોય તે અલગ રહેતા હોય છે. અને જોબ પણ કરતાં હોવાથી તેમના માતા-પિતાની સંભાળ રાખવા તેઓને ઇન્ડિયાન યુવક-યુવતીઓ પર વધુ વિશ્વાસ હોય છે. જેથી ભારતથી નર્સિગની તાલીમ મેળવીને પણ યુવક-યુવતીઓ ઇઝરાયલ નોકરી મેળવવા જતા હોય છે.

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની યુવતી ક્રિષ્ટીના ક્રિશ્ચયન અઢી વર્ષ પહેલાં ઇઝરાયલના શહેર જેરૃસલેમ ગઇહતી જ્યાં તેને સિનિયર સિટિઝન વૃધ્ધાની ‘કેર ટેકર’ તરીકેની નોકરી મળી હતી. ઘરના એક સભ્યની જેમજ વૃધ્ધાના પરિવારજનો ક્રિષ્ટીનાને રાખતા હતા પ્રારંભમાં તો ક્રિષ્ટીના ખુબજ સારી રીતે વૃધ્ધાની સેવા કરતી રહી હતી.

થોડા દિવસ પહેલા ક્રિષ્ટીનાની બર્થડે ગઇ ત્યારે વૃધ્ધાના પરિવારજનોએ બર્થ ડે ઉજવ્યો હતો.
જોકે વૃધ્ધાની તબિયત દિન પ્રતિદિન બગડતી જતાં તે પથારીવશ જ રહેતા હોવાથી તેના કપડાં બદલાવવાથી માંડીને દવા આપવાનું કામ કરવું પડતું હતું. વૃધ્ધાનું વજન વધુ હોવાથી કપડાં બદલાવતા સમયે ક્રિષ્ટીનાને તકલીફ પડતી હતી તો અને ગુસ્સે થઇ જતી હતી.

શુક્રવારની રાત્રે કપડાં બદલવામાં ક્રિષ્ટીના પર વૃધ્ધા ગુસ્સે થતાં અચાનક જ ક્રિષ્ટીનાએ વૃધ્ધાનું ગળું દબાવી મોત નિપજાવી દીધું હતું.

વૃધ્ધાના પરિવારજનોને આ બનાવની જાણ થતાં ઘરે દોડી આવ્યા અને ઘરમાં સીસીટીવી ફુટેજ મેળવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં વૃધ્ધાને ક્રિષ્ટીનાં દ્વારા અવાર-નવાર ત્રાસ આપતી હોવાનું જણાઇ આવ્યું હતું.
આખરે ક્રિષ્ટીનાની ધરપકડ કરી પાસપોર્ટ, મોબાઇલ તેમજ અન્ય ચીજો જપ્ત કરી પૂછતાછ કરી હતી.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY