પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : એક જવાન શહિદ

0
20

શ્રીનગર,તા.૧૨
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસથી અથડામણ ચાલુ થઇ છે. સુરક્ષાબળોને અહી આતંકી છુપાયા હોવાની બાતમી મળતા ટાકિયા વાગુમ ગામને ચારે તરફથી ઘેરી લીધુ હતુ.
ત્યારે સેના દ્વારા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આ દરમિયાન સેનાની કડક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા આતંકીઓએ સુરક્ષદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. સેના દ્વારા જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઇ ગઇ. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. આ અથડામણમાં સીઆરપીએફના એક જવાન શહીદ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લાના બારપોરા ગામમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષાબળોએ એક આતંકીને ઘેરી લીધો છે અને આ અથડામણમાં ઝ્રઇઁહ્લના એક જવાનને ઈજા થતાં સારવાર હેઠળ ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દક્ષિણ કશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોએ અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ટોપ કમાન્ડર સદ્દામ પૈડર અને કશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટટન્ટ પ્રોફેસર મોહમ્મદ રફી ભટ્ટ સહિત પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. તો આ વર્ષે ઓપરેશન ઓલઆદ્માં જવાનોએ કુલ ૬૭ આતંકીઓનો સફાયો કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY