કર્ણાટક,તા.૧૯
ભારતમાં વધતાં જતાં રેપ કેસએ એક શરમજનક વાત છે. આવા રેપ કેસમાં આરોપીને સજા મળવામાં પણ સમય લાગી જતો હોય છે. કોર્ટમાં ચુકાદો લંબાતો રહે છે. પરંતુ કર્ણાટકની એક કોર્ટે એક અદભુત કામ કર્યું છે. આ કોર્ટે રેપની કોશિશના મામલે ૨૨ દિવસમાં સજા સંભળાવીને એક નવો ચીલો ચાતર્યો છે. કોર્ટે ૧૫ વર્ષની બાળકી સાથે રેપ કરવાની કોશિશ કરનાર દોષી એક કુલીને મોતની સજા સંભળાવી છે.
કોલારના સેકન્ડ એડીશનલ સેશન જજે આ ચુકાદો આપ્યો છે. આરોપી ટીએન સુરેશ બાબુને ૨૨ દિવસમાં સજા સંભળાવામાં આવી હતી.પોલીસે આરોપીને ૩ ઓગસ્ટના પકડી લીધો હતો. છોકરીની લાશ ૧ ઓગસ્ટે રેલ્વે બ્રીજ નીચે મળી હતી.
આ મામલે ચુકાદો આપતા જજ બી.એસ. રેખાએ કહ્યુંકે, ‘મારા વિચારો મુજબ ફરિયાદી પક્ષ અને તપાસ અધિકારીઓએ કોઈ કસર છોડી નથી.આ મામલે એ સાબિત થાય છે કે રેપની કોશિશ સંપૂર્ણપણે પહેલેથી જ આયોજિત હતી અને સમજી વિચારીને કરવામાં આવી હતી. આ એક અત્યંત શરમજનક અપરાધ છે અને કોર્ટ આને ખુબ જ ગંભીરતાથી લે છે જેથી બીજું કોઈ આ પ્રકારનું કામ કરતાં પહેલાં વિચારે.’
જજે ચુકાદો આપતા સમયે નિર્ભયા કેસનો પણ ઉલેખ્ખ કર્યો અને કહ્યું કે આ કેસ પણ કોઇપણ રીતે નિર્ભયા કેસથી ઓછો અમાનવીય નથી. પીડિતા ૧૦ માં ધોરણની વિદ્યાર્થી હતી અને સુંદર ભવિષ્ય એની રાહ જોઈ રહ્યું હતું.
આ ઉપરાંત જજે એ વાત પર પણ ભાર આપ્યો કે આરોપીને કઠોરથી કઠોર સજા આપવી જ જોશે જેથી ભવિષ્યમાં આવાં કામ કરનારનો બચાવ થઇ ન શકે. એમણે કહ્યું કે, જો આરોપીને ઓછી સજા આપવામાં આવશે તો બીજાઓને સબક નહી મળે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



