સેરેના વિલિયમ્સને હરાવી જાપાનની ઓસાકાએ જીતી યુએસ આૅપન

0
7

વાશિંગ્ટન,તા.૯
પોતાના કેરિયરમાં પહેલીવાર યુએસ ઓપન ૨૦૧૮ના ફાઇનલમાં પહોંચનારી જાપાનની નાઓમી ઓસાકાએ ઇતિહાસ રચી દીધો છે. ઓસાકાએ ફાઇનલમાં અમેરિકાની જ દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી હરાવીને પોતાની કેરિયરનું પહેલુ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. નાઓમી ઓસાકાની ઐતિહાસિક જીતની સાથે આ મેચ સેરેના વિલિયમ્સના કેરિયરની સૌથી ખરાબ મેચ પણ ગણાવવામાં આવશે. આ મેચ દરમિયાન સેરેના અને અમ્પાયર કાર્લોસ રામોસ વચ્ચે ભારે વિવાદ થયો હતો.
ચેર એમ્પાયર કાર્લોસ રામોસે મેચ દરમિયાન સેરેના વિલિયમ્સને ચેતવી હતી કે તે મેચ દરમિયાન કોચિંગ ન લઇ શકે. સેરેનાએ અમ્પાયરને કહ્યુ કે તે ચિટીંગ ન કરી શકે, પોતાના કેરિયરમાં મેં આવું કંઇ ન હતું કર્યું. થોડી ગેમ્સ પછી સેરેના વિલિયમ્સે પોઇન્ટ ગૂમાવ્યા પછી પોતાનું રેકેટ જમીન પર પછાડ્યું હતું. જે પછી ફરીથી અમ્પાયરે વિલિયમ્સને ચેતવણી આપી હતી અને વિલયમ્સને એક વધુ અંક ગુમાવવો પડ્યો હતો. જે પછી સેરેનાનો અમ્પાયર સાથે ઝગડો થયો અને અમ્પાયરને તેને ચોર કહી દીધો. જેનો ફાયગો જાપાનની ઓસાકાને મળ્યો અને તેણે પોતાના કેરિયરની સૌથી મોટી જીત મેળવી લીધી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY