રાજપીપળા: રાજ્ય સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા યુવક/યુવતિઓ માટે “નર્મદા શ્રમ અને સેવા શિબિર-૨૦૧૮-૧૯” નું આયોજન કરવામાં આવનાર છે. નર્મદા શ્રમ અને સેવા શિબિરનું આયોજન કેવડીયા કોલોની તા.ગુરૂડેશ્વર, જિ.નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું શ્રમદાન કરે એને પોતાની શક્તિઓનો સદ્ઉપયોગ કરે તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન કરવાનું વિચારાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમકાર્ય કરવામાં આવશે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન, ધ્વારા યુવાનોને નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે આમંત્રિત કરવામાં આવનાર છે.
આ વર્ષે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” અંતર્ગત નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવનાર છે. યુવક/યુવતિઓ કે જેઓ તા.૩૧/૦૭/૨૦૧૮ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષ ની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ પુરૂનામ/સરનામું આધારકાર્ડ/ચુંટણીકાર્ડ મતદાતા ઓળખકાર્ડ/ રાજ્ય,કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ કે યુનિવર્સિટી ધ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણિત નકલ, રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલ, બેન્ક પાસબુકની નકલ સામેલ કરવી, જન્મ તારીખના પ્રમાણપત્ર/શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચુક સામેલ કરવી, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડસ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનો સંમતી પત્ર, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની માહિતી સાથેની નિયત નમુનામાં અરજી તા.૨૩/૦૮/૨૦૧૮ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ.નં.૨૧૭, બીજો માળ,રાજપીપળા જિ.નર્મદા ને મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસખર્ચ તથા ભોજન/ નિવાસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવશે, તેમ જિલ્લા રમત ગમત અધિકારી નર્મદાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



