શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૧૮૭ અંકના ઉછાળા સાથે ૩૪૦૩૩ પર બંધ

0
30

મુંબઈ,તા.૨૪
શેરબજારમાં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ બ્રેક લાગી છે. સેન્સેક્સમાં ૦.૫ ટકાનો વધારો થયો છે. જ્યારે નિફ્ટી ૦.૭૫ ટકા વધ્યો છે. આજના વ્યવસાયમાં નિફટી ૧૦,૧૨૬.૭ સુધી ગયો હતો. જ્યારે સેન્સેક્સ ૩૩,૭૨૬ સુધી તૂટ્યો હતો. અંતમાં નિફટી ૧૦,૨૦૦ની ઉપર જઇ બંધ થયો હતો.
જ્યારે સેન્સેક્સ પણ ૩૪,૦૦૦ની ઉપર ગયો હતો. જાકે આજે સેન્સેક્સ ૩૪,૩૦૧ સુધી ગયો હતો. જ્યારે નિફ્ટી ૧૦,૨૯૦ સુધી પહોંચવામાં સફળ થયો હતો.
મિડીકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ખરીદી જાવા મળી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ ૧ ટકા વધીને ૧૩,૯૬૬ની સપાટીએ બંધ રહ્યો છે. આજના વ્યવસાયમાં બીએસઈનું મિડકેપ ઇન્ડેક્સ ૧૩,૮૧૮ સુધી ઘટ્યો હતો. નિફટીનો મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૨૫ ટકાથી વધુ મજબૂતાઈ સાથે ૧૬,૩૭૮ સ્તર બંધ થયો હતો.
તેમજ નિફટીનું મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૧૬,૧૫૬ સુધી ઘટ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૭૫ ટકા વધીને ૧૩,૭૩૮ ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇના ૩૦ શેર્સનું મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૮૭ અંક એટલે કે ૦.૫ ટકાના વધારા સાથે ૩૪,૦૩૪ ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, એનએસઈના ૫૦ શેર્સમાં મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી ૭૮ અંક એટલે કે ૦.૮ ટકાના ઉછાળા સાથે ૧૦,૨૨૫ ની સપાટીએ બંધ રહ્યો છે.
બુધવારે સવારે બીએસઈ સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ્‌સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયામાં રિકવરીથી શેરબજારમાં ઉત્સાહનો સંચાર થયો હતો.
આજે સવારે ભારતી એરટેલ ૧.૯૨ ટકા, એશિયન પેઈન્ટ્‌સ ૧.૮૯ ટકા, ટાટા મોટર્સ ૧.૮૫ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૮૮ ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૩ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વિપ્રો ૨.૩૪ ટકા, ટીસીએસ ૦.૭૬ ટકા અને કોટક બેન્ક ૦.૨૭ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY