સિહોરના મહિલા ડૉ. પાઠક લાયકાત વગર સગર્ભાની સોનોગ્રાફી કરતા ઝડપાયા, જિલ્લા આરોગ્ય વિભાગનો સપાટો..

0
452

ગતરોજ સિહોરના દાદાની વાવ વિસ્તારમાં આવેલ પૂજા પ્રસુતિ હોસ્પિટલના તબીબ પાસે લાયકાત ન ધરાવતા હોવા છતાં સગર્ભાની સોનોગ્રાફી કરતા ઝડપાયા છે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા દ્વારા સિહોરના દાદાની વાવ વિસ્તારમાં આવેલ સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં પૂજા પ્રસુતિગૃહના મહિલા તબીબ રાજેશ્વરી બેન પાઠકને ઝડપી લેવાયા છે લાયકાત ધરાવતા ન હોવા છતાં સગર્ભાની સોનોગ્રાફી કરતા ઝડપાયા છે ત્યારે આ ચોંકાવનારા અહેવાલોથી ચકચાર મચી જવા પામી છે સિહોરમાં પહેલી વખત આરોગ્ય વિભાગે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. આ સાથે જ આરોગ્ય વિભાગે મહિલા તબીબ પાઠકનું સોનોગ્રાફી મશીન પણ સીલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે…

હરેશ પવાર..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY