શિક્ષકો બન્યા મજૂર, શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની કામગીરી

0
31

હિમતનગર,
તા.૫/૫/૨૦૧૮

શિક્ષકોના હાથમાં ચોકના બદલે પાવડા-તગારા..!!

તળાવ ઉંડા કરવાના નામે ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનામાં હવે રાજય સરકારે શિક્ષકોને મજૂર બનાવ્યા છે. સાબરકાંઠામાં તળાવ ઉંડા કરવાની કામગીરીમાં શિક્ષકોને પણ મજૂરી કરવાના આદેશ અપાયા છે. નેતાઓ જ્યાં માત્ર ફોટા પડાવાના નાટક કરી રહ્યા છે ત્યાં શિક્ષકોને તળાવ ઉંડા કરવાની કામગીરીમાં ફરજિયાત મજૂરીનું ફરમાન છોડાયું છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર નીચુ ગયાનું સૌકોઇ જાણે છે ત્યારે તેને સુધારવાને બદલે શિક્ષકોને તગારૂ પાવડા પકડાવાનો તંત્રએ ધંધો શરૂ કર્યો છે.

સર્વ શિક્ષા અભિયાનના તાલુકા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની સહી સાથે જારી કરાયેલા આ પરિપત્રમાં શિક્ષક ભાઈ-બહેનોએ તા.પાંચમી મેના રોજ મનરેગા કામોમાં મજૂરી માટે હાજર રહેવાનો આદેશ અપાયો છે.

સાથે જ મજૂરી કરતા શિક્ષકોના પુરાવારૂપે ફોટા પાડીને તેને ઉપરી અધીકારીને મોકલવાનુ પણ ફરમાન કરાયુ છે. આ પરિપત્રમાં એવી ચિમકી આપી છે કે હાજર નહી રહેનારા શિક્ષકે કે સીઆરસી કો.ઓ.ની પોતાની જ જવાબદારી રહેશે. શિક્ષકોએ તળાવ ઉંડુ કરવાનું નદી નાળાનું કામ તથા ચેકડેમો ઉંડા કરવાનું કામ કરવાનું રહેશે. આવા પરિપત્રને પગલે શિક્ષકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

સરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના સખ્સ એ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છક રીતે આ કામમા જાડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY