સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ગામના વતની જયોતીબેન હરજીભાઈ ભાડકાનાં લગ્ન રાજેશભાઈ ગોવિંદભાઇ આલ રહે. થાનગઢ સાથે થયેલા હતા. 12 વર્ષના લગ્નજીવન દરમિયાન એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બંનેનાં લગ્નજીવનમાં વિક્ષેપ થતા, ફેમીલી કોર્ટમાં ફરિયાદો થયેલ હતી. ઉપરાંત, જયોતીબેન હરજીભાઈ ભાડકા દ્વારા ફેમીલી કોર્ટ સુરેન્દ્રનગરમાં ભરણપોષણનો દાવો પણ દાખલ કરવામાં આવેલ હતો. નામદાર કોર્ટ દ્વારા રાજેશભાઈ ગોવિંદભાઇ આલનું વોરંટ થાનગઢ પોલીસને ઇસ્યુ કરવામાં આવેલ હતું…
સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરીને વારંવાર થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવતું હતું. પરંતુ, પતિ રાજેશભાઈ ગોવિંદભાઇ આલ ગામ છીડીને નાસી ગયેલ હતો અને અલગ અલગ જગ્યાએ ઠેકાણા ફેરવીને રહેવા લાગેલ હતો. જે છેલ્લા દસેક મહીનાથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો. ફેમીલી કોર્ટ દ્વારા ભરણપોષણનો હુકમ થતા, ભરણપોષણની રકમ રૂ. 1,41,000/- જેટલી માતબર રકમ થઈ ગયેલ હોઈ, પત્ની જયોતીબેન હરજીભાઈ ભાડકા સ્થિતિ કફોડી થઈ ગયેલ હતી…
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા નામદાર કોર્ટ તરફથી આવતા ભરણપોષણના વોરંટ અને નોટિસને ગંભીરતાથી લઈને, આવા વોરંટ અને નોટીસની અવશ્ય બજવણી થાય તે માટે તમામ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ છે…
લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ તથા હે.કો. નીમિતભાઇ પરમાર, રામભા ગઢવી પો.કો. બટુકભાઈ વાધેલા સહિતની પોલીસ ટીમ દ્વારા રાજેશભાઈ ગોવિંદભાઇ આલ બાબતે ખાનગીમાં વિગતો મેળવી, મળેલ બાતમી આધારે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવેલ છે…
ધરપકડ કરવામાં આવેલ ભરણપોષણના વોરંટના આરોપી રાજેશભાઈ ગોવિંદભાઇ આલને થાનગઢ પોલીસ સ્ટેશનના હે.કો. નીમિતભાઇ પરમાર તથા પો.કો. કરશનભાઈ દ્વારા સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટમાં રજૂ કરવામાં આવતા, રાજેશભાઈ ગોવિંદભાઇ આલ ભરણપોષણની રકમ ભરી શકે તેમ ના હોય, ફેમીલી મ કોર્ટ દ્વારા 303 દીવસની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ હતી….
વઢવાણ ખાતે રહેતા જયોતીબેન હરજીભાઈ ભાડકાએ થાનગઢ પોલીસ દ્વારા સહાનુભૂતિ ભર્યા વલણથી ગંભીરતા દાખવી, પોલીસ દ્વારા વોરંટની બજવણી કરી, ભરણપોષણની રકમ નહીં ભરનાર પોતાના પતિ રાજેશભાઈ ગોવિંદભાઇ આલને પોલીસ દ્વારા પકડી પાડી, કોર્ટમાં રજૂ કરી, જેલ હવાલે કરવામાં આવતા, પોલીસ કાર્યવાહીથી સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી, પોતાને ન્યાય મળેલ હોવાની લાગણી પણ વ્યક્ત કરવામાં આવેલ હતી….
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ ૭૦૧૬૧ ૭૦૮૪૪
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"