દિલ્હીવાળા ધરણાંનું રાજકારણ સમજે છે, તેઓ મૂર્ખ નથીઃ શીલા દીક્ષિત

0
15

કેજરીવાલ એલજી અનિલ બૈજલના કાર્યાલયે ધરણાં પર બેસવા પર હેરાની વ્યક્ત કરી
ન્યુ દિલ્હી,તા.૧૭
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા શીલા દીક્ષિતે કહ્યુ છે કે, દિલ્હી સરકારે નિયમો અને કાયદા પ્રમાણે કામ કરવું જોઇએ. સરકાર પોતાની મનમાની કરી શકે નહી.
આ અગાઉ પણ તેમણે કહ્યુ હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલાં બંધારણ વાંચવું જોઇએ અને તે બાદ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા વડાપ્રધાન અને સંસદમાં સંપર્ક કરવો જોઇએ. તેમણે કહ્યુ હતું કે, દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રીનું કામ બંધારણમાં સ્પષ્ટ જણાવ્યું છે.
તેમણે તે વાત પર મુશ્કેલી વ્યક્ત કરી કે, દિલ્હીના મુખ્યમંત્રી અને તેમના સહયોગી સોમવારથ ન્ય્ અનિલ બૈજલના કાર્યાલયમા ધારણાં કેમ આપી રહ્યાં છે. તેમજ તેમણે કહ્યુ કે, દિલ્હીના લોકો ધરણાંની પાછળનું રાજકારણ સમજે છે કારણ કે તેઓ મુર્ખ નથી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY