હિમાચલ પ્રદેશમાં વાંદરાઓનો આતંકઃ ૧૧ જીલ્લાઓ વર્મીન જાહેર

0
10

૨૦૨૦ સુધી વાંદરાઓને મારવાની પરવાનગી રહેશે
શિમલા,તા.૨૪
અડધાથી વઘુ હિમાચલમાં વાંદરાઓ મારવા પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હિમાચલમાં સામાન્ય માણસો માટે મુશ્કેલી બની ચુકેલા વાંદરાને પ્રદેશની કુલ ૧૬૯માંથી ૯૧માં વર્મીન ઘોષિત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ તેની જાહેરાત પણ બહાર પાડી દીધી છે, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી વાંદરાઓને મારવાની પરવાનગી રહેશે. ૧૧ જીલ્લામાં સૌથી વધું શિમલા અને કંડલાના ૧૫ તાલુકામાં વાંદરાઓને વર્મીન ઘોષિત કરવામાં આવ્યા છે.
હિમાચલમાં વાંદરાઓના કારણે ગામમાં ખેતીના પાકને નુકશાન અને શહેરોમાં લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે. આ પહેલા વાંદરાઓને શિમલા નગર નિગમ અને ૩૮ તાલુકાઓમાં વાર્મીન ઘોષિત કરવામાં આવ્યા હતા જેમાં ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮એ તેમને મારવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
ગયા બે વર્ષથી શિમલા અને ૩૮ તાલુકામાં વાંદરાને વાર્મિન ઘોષિત કરવા માટે કેન્દ્ર પાસે માંગ કરવામાં આવી હતી. કેન્દ્રએ વર્મીન ઘોષિત પણ કર્યા પરંતુ બે વર્ષમાં ફક્ત પાંચ વાંદરા જ મારી શકાયા.
હવે વાંદરા માર્યા બાદ મારવા વાળા સ્થાનીક વન અધિકારીને સુચના આપવી પડશે જ્યાર બાગ તે શવને પોતાના કબજે કરીને નક્કી કર્યા અનુસાર તેનો અંતિમ સંસ્કાર કરશે અને ૫૦૦ રૂપિયા આપવા માટે પ્રક્રિયા શરૂ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY