પત્રકારે વડાપ્રધાન પર સવાલ પૂછતા ઐય્યર ભડક્યા : પત્રકારોને મુક્કો મારવાની ધમકી આપી

0
6

શિમલા,તા.૧૫
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા. જે વાતે અય્યર નારાજ થઈ ગયા હતા. તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં કહ્યું કે હું તને મારી દઈશ. અય્યરે મે ૨૦૧૭માં મોદીને નીચ વ્યકિત કહ્યાં હતા. ૧૪ મેનાં રોજ અય્યરે ફરી કહ્યું કે હું મારા નીચ વ્યકિતવાળા નિવેદન પર કાયમ છું. આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી.
પત્રકારના સવાલ પર અય્યરે કહ્યું કે, “ભારતમાં એક જ વ્યકિત છે, તેના તીખા હુમલાઓ તમે નથી જાયા તેમને સવાલ કરો. તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે.” જે બાદ અય્યરે કહ્યું કે હવે તમે મને કોઈ સવાલ નહીં કરો. પત્રકારે અય્યરને નારાજ ન થવાનું કહ્યું. જતા જતા અય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં.
અય્યરે કહ્યું હતું કે, “૨૩ મેનાં રોજ દેશની જનતા તેમને બહારનો રસ્તો દેખાડી દેશે. મોદી ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ ખોટું બોલનારા વડાપ્રધાન રહ્યાં છે. મને યાદ છે કે ૭ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ મેં શું કહ્યું હતું. શું હું ભવિષ્યવક્તા ન હતો?” અય્યરે મોદી પર દેશ વિરોધ પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા અને જવાનોની શહાદતનો ઉપયોગ કરી સત્તામાં પરત ફરવાની ઈચ્છા રાખવાનો આરોપ લગાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY