સેનાને મોટી સફળતાઃ શોપિયામાં જૈશના કમાન્ડર સહિત ૨ આતંકીઓ ઠાર

0
8

શોપિયા,તા.૧૩
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. અથડામણ શોપિયાં જિલ્લાના ગહાંદ વિસ્તારમાં થઈ હતી. જવાનોને બે આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. હજી પણ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળતા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશનને વધુ વેગવંતુ બનાવ્યું છે.
લશ્કરને તેમના વિશ્વાસનીય સૂત્રો દ્વારા તે વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. જાણકારી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેવામાં જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરવાનો શરૂ કરી દીધો. જવાનોએ જડબાતોડ જવાબ આપતા બે આતંકીઓને ઠાર કરી દીધા છે.
અગાઉ શુક્રવારે વાસ્તવિક અંકુશ રેખાના તમામ વિસ્તારોમાં પાકિસ્તાન તરફતથી ફાયરિંગ કરવાને કારણે વાતાવરણ તનાવગ્રસ્ત બની ગયું હતું. પૂંચ જિલ્લામાં પણ સાબ્જિયાં સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સવારે ૮.૩૦ વાગ્યામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાન તરફથી થતી ગોળીબારીનો જવાબ આપતા સામે ગોળીબાર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY