યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી

0
3

વલસાડ,તા.૨૩
વલસાડના પારડીસાંઢપોર ગામમાં રહેતા ૨૧ વર્ષીય યુવકે શુક્રવારે પોતાની પ્રેમિકા સાથે મળ્યા બાદ ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પ્રેમિકાને ઘરે મળવા બોલાવી હતી અને પ્રેમિકા વાતચીત કરીને ચાલી ગઇ હતી. તે પછી અચાનક જ યુવાને પોતાના ઘરમાં દુપટ્ટાથી ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
ગુજરાતી સ્કૂલની પાછળ, પારડીસાંઢપોરના ઢોડીયાવાડમાં મામા-મામી, માસી તથા મોટાભાઇ સાથે રહેતો દિપ્લેશ પ્રવિણભાઇ પટેલ ડુંગરી ખાતે આવેલી બોલપેનની કંપનીમાં નોકરી કરતો હતો. ભાઇ જયેશ ડુંગરી હાઇવે ઉપર સ્થિત પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. શુક્રવારે સવારે જયેશ અને તેના મામા હસમુખભાઇ નોકરી ઉપર નીકળી ગયો હતો. જ્યારે માસી ઉષાબેન ખેરગામે કામ કરવા માટે ગયા હતા.
દિપ્તેશની નોકરી બપોરે ૩ વાગ્યે હોવાથી તે ઘરે હાજર હતો. દરમિયાનમાં રહેઠાણનો દાખલો કાઢા માટે જયેશ સવારે ૧૧ વાગ્યે પાસપોર્ટ સાઇનો ફોટો લેવા ઘરે પહોંચ્યો હતો. તે વખતે દિપ્તેશના નામની બૂમો પાડતા, જયેશે તેને બહાર મોકલ્યો હતો. જયેશ ફોટો સહિતના દસ્તાવેજા લઇને ઘરની બહાર નીકળ્યો. પરત ઘરે પહોંચીને બારણું વારંવાર ઠોકવા છતાં કોઇએ ઉઘાડ્યું નહતું. કંઇક અમંગળ થયું હોવાની આશંકાથી જયેશ ઘરની પાછળના ભાગે આવેલા સિલિંગ ફેન પર દુપટ્ટાની મદદથી લટકેલી હાલતમાં જાવા મળ્યો હતો. તેના પગ હલતા હોવાથી જયેશે ઘરની બીજી બારી તોડીને અંદર જઇ ભાઇના બંને પગ પકડી રાખ્યા હતા. અને બાજુમાં રહેતા મિત્ર નિમેષની મદદથી દિપ્તેશને કસ્તુરબા હોસ્પિટલમાં લઇ ગયાં હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY