શ્રીનગર,તા.૧૦
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સુરક્ષાદળોએ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીને ઠાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોએ કાશ્મીરમાં ત્રણ વર્ષથી સક્રિય ઇસ્લામિક સ્ટેટના આતંકવાદી કમાન્ડર અબ્દુલ્લા ભાઈને સોપોરમાં ઠાર કર્યો છે. સુરક્ષાદળ દ્વારા મળતી માહિતી મુજબ ૨૦૧૫માં હરકત ઉલ મુજાહિદ્દીનમાં સામેલ થનાર સોપોરના અબ્દુલ્લા ભાઇ ૨૦૧૬માં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરમાં આવ્યો હતો. ત્યારે તેને જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટનો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.
સૂત્રોએ દાવો કર્યો છે કે અબ્દુલ્લા ભાઈ ઇસ્લામિક સ્ટેટનો કાશ્મીરમાં આ આખરી આતંકવાદી હતો. આ સાથે તેમણે કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટના ખાત્માની વાત પણ કહીં છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ ઇસ્લામિક સ્ટેટના બે આતંકીઓને ઠાર કર્યા બાદ અને ચારની ધરપકડ કરાયા બાદ પણ આવો જ દાવો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ-બગદાદી જિહાદી સંગઠન દ્વારા ગત મહિનાના છેલ્લા અઠવાડિયામાં જારી કરવામાં આવેલા એક વીડિયોમાં પાંચ વર્ષમાં પ્રથમ વાર જોવા મળ્યો હતો. જો કે હાલમાં તે સ્પષ્ટ નથી કે આ વડિયો કિયારનો છે પરંતુ બગદાદીએ પૂર્વ સીરિયામાં આઇએસના અંતિમ ગઢ બાગૂજમાં મહિનાઓ સુધી ચાલેલી લડાઇનો ઉલ્લેખ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



