ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર, અમે સાથે જ છીએઃ અમેરિકા એનએસએ

0
7

શ્રીનગર,તા.૧૬
અમેરિકાના એનએસએ જાન બોલ્ટને ભારતના એનએસએ અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીત કરીને હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ, તેમણે આતંકવાદ વિરુદ્ધ આ લડતમાં ભારતની સાથે ઉભા રહીને દોષીઓને આની સજા આપવાનું આશ્વાસન આપ્યુ.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાને લઈને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાન બોલ્ટને સંવેદનાઓ વર્તાવી છે. તેમણે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીતમાં કહ્યુ કે આતંકવાદ સામે લડવા અમેરિકા ભારતની સાથે ઉભુ છે.
બોલ્ટને શુક્રવારે સવારે એનએસએ અજીત ડોવાલ સાથે ફોન પર વાતચીત કરીને હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ. તેમણે આતંકવાદ વિરુદ્ધ આ લડતમાં ભારતની સાથે ઉભા રહેવા અને દોષીઓને આની સજાનું આશ્વાસન આપ્યુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY