ઓમર અબ્દુલ્લાનો ભાજપને પડકારઃ મુખ્યમત્રી ઉમેદવાર જાહેર કરો

0
7

શ્રીનગર,તા.૧૦
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે BJPને તેના CM ઉમેદવારનું નામ જણાવવાનો પડકાર આપ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આજે હુ ભાજપને પડકાર આપ્યું છુ કે આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં CM પદનો ઉમેદવાર કોણ હશે એ જણાવો. કારણ કે જમ્મુ કાશ્મીરના લોકોને પહેલા પણ દંગો કરી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે આ લોકો જમ્મુના લોકોને એક વાર ફરી પણ દગો કરી શકે છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે ૨૧ નવેમ્બરે વિધાનસભા ભંગ કરી હતી. તેના કેટલાક કલાક પહેલા PDPએ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના સમર્થનથી સરાકર બનાવવા માટે દાવો રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છ મહિનાનું રાજ્યપાલ શાસન ૧૮ ડિસેમ્બરે સમાપ્ત થાય છે. તે બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે. વિધાનસભાનો કાર્યકાળ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનો હતો. મહેબૂબા મુફ્તીની પાર્ટી PDP અને BJPની ગઠબંધન સરકારના પતન બાદ ૧૯ જૂને રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY