ચૂંટણીને ધ્યાનમાં રાખી વધારાના જવાનોની તૈનાતી કરાઇ છેઃ રાજ્યપાલ

0
7

શ્રીનગર,તા.૨૪
પુલવામા હુમલા બાદ તમામની નજર જમ્મુ-કાશ્મીર પર જ અટકેલી છે. એવામાં ત્યાં થનાર તમામ હલચલ પર સામાન્ય પ્રજાનું પણ ધ્યાન છે. પ્રશાસને શનિવારના રોજ પેટ્રોલ-ડીઝલના મર્યાદિત પુરવઠાનો આદેશ આપ્યા બાદ કેટલાંય પ્રકારન અફવાઓ ઉડવા લાગી. એવામાં રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિકે તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
મલિકે રાજ્ય પ્રશાસનિક કાઉન્સિલની અનૌપચારિક બેઠક બોલાવી અને પુલવામા હુમલા અંગે માહિતી લીધી. તેમણે કહ્યું કે ચૂંટણી માટે એડિશનલ સેન્ટ્રલ ફોર્સીસની ૧૦૦ કંપનીઓને બોલાવી અને બીજી પણ કંપનીઓ આવતા સપ્તાહમાં બોલાવાશે. લોકસભા ચૂંટણીને જાતા આતંકવાદી હુમલા વધવાનો ખતરો જણાતા એડિશન પોલીસ ફોર્સની જરૂર પડશે.
રાજ્યપાલે લોકોને અપીલ કરી છે કે ફોર્સીસને લાવવાનું કારણ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખી. રાજ્યપાલ લોકોને અફવાઓ પર વિશ્વાસ ના કરવાની અપીલ કરી છે. છેલ્લાં કેટલાંય મહિનાઓથી નેશનલ હાઇવે બંધ હોવાથી એલપીજીનો સ્ટોક ખત્મ થઇ ગયો છે. આથી જમ્મુથી શ્રીનગર સપ્લાય પહોંચી રહ્યો નથી. સરકાર કાશ્મીર સુધી સામાન પહોંચાડવાની કોશિષ કરી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY