ડીસેમ્બર-૨૦૧૪માં હુમલા દરમિયાન ૧૫૦ બાળકોની નિર્મમ હત્યા કરાઇ હતી પેશાવર સૈન્ય શાળા પર થયેલ હુમલામાં ૧૪ આતંકીઓને મોતની સજા

0
8

ઇસ્લામાબાદ,તા.૨૭
ડિસેમ્બર ૨૦૧૪માં પાકિસ્તાનના પેશાવરમાં સ્થિત સૈન્ય સ્કુલ પર હુમલો કરી ૧૫૦ બાળકોની હત્યા કરવાના મામલે પાકિસ્તાનની સૈન્ય અદાલતે ૧૪ આંતકવાદીઓને મોતની સજા ફટકારી છે. શુક્રવારે પાકિસ્તાનના સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ સજાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આતંકીઓના જઘન્ય અપરાધ માટે પાકિસ્તાને તેમની વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા માટે સૈન્ય અદાલતની રચના કરી હતી.
પાકિસ્તાનની સેનાએ પણ આ મામલે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સજા પામેલા બધા જ ખુંખાર આતંકવાદીઓ હતા અને આતંકી સંગઠનોના ગુનાઓમાં સહભાગી હતા. આ બધા જ આતંકીઓ વિતેલા સમયમાં ૧૯ જેટલા સંરક્ષણ દળો પર હુમલો કરવા, નિર્દોષોની નિર્મમ હત્યા કરવા અને શિક્ષણ સંસ્થાઓને નુકસાન પહોચાડવામાં દોષી હતા. આ સિવાય અન્ય આઠ આતંકીઓને કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY